E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ, અમદાવાદ એરપોર્ટ જતા પેસેન્જર ફ્લાઈટની સ્ટેટસ સંબંધિત...

Ahmedabad : ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ, અમદાવાદ એરપોર્ટ જતા પેસેન્જર ફ્લાઈટની સ્ટેટસ સંબંધિત એરલાઈન ચેક કરે

ભારતમાં પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ માટે વિશેષ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. એરપોર્ટ સત્તાધીશો દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી પહેલાં પોતાની ફ્લાઈટની સ્થિતિ ચોક્કસપણે ચેક કરે.

ઈરાન દ્વારા 8 દેશ પર હુમલાની ઘટનાના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. વધતા તણાવને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સુરક્ષા કારણોસર કેટલાક દેશોએ પોતાના એરપોર્ટ પર કામગીરી મર્યાદિત કરી છે, જ્યારે કેટલાક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

ભારતમાં પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ માટે વિશેષ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. એરપોર્ટ સત્તાધીશો દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી પહેલાં પોતાની ફ્લાઈટની સ્થિતિ ચોક્કસપણે ચેક કરે. સુરક્ષા અને ઓપરેશનલ કારણોસર કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને કારણે હવાઈ માર્ગોમાં ફેરફાર, વિલંબ અથવા રદબાતલ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. કેટલાક મુસાફરોને અગાઉથી કરાયેલા રજીસ્ટ્રેશન અથવા કન્ફર્મ બુકિંગ હોવાને કારણે ફ્લાઈટમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ એરપોર્ટ પર સમયસર પહોંચે અને સંબંધિત એરલાઈનની સત્તાવાર વેબસાઈટ અથવા હેલ્પલાઈન દ્વારા ફ્લાઇટ સ્ટેટસ અંગે લેટેસ્ટ જાણકારી મેળવે. અનાવશ્યક ગભરાટથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે. પરિસ્થિતિની સતત સમીક્ષા ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ માર્ગદર્શિકા જાહેર થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments