E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : કોમનવેલ્થ ગેમ્સ બાદ અમદાવાદ 2036 ઓલિમ્પિક્સની યજમાની કરશે', ગૃહમંત્રીનું મોટું...

Ahmedabad : કોમનવેલ્થ ગેમ્સ બાદ અમદાવાદ 2036 ઓલિમ્પિક્સની યજમાની કરશે’, ગૃહમંત્રીનું મોટું નિવેદન

અમદાવાદને તાજેતરમાં સત્તાવાર રીતે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની મહોર લાગી ચૂકી છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમદાવાદ શહેરને 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની મંજૂરી મળશે.

સાંસદ ખેલ મહોત્સવમાં સામેલ થયા ગૃહમંત્રી

અમદાવાદમાં ‘સાંસદ ખેલ મહોત્સવ’ના સમાપન સમારોહમાં એક સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, ‘તમે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ માટે બોલી જીતી છે. પરંતુ અમદાવાદના લોકો, તૈયાર રહો કારણ કે આ શહેર 2036માં ઓલિમ્પિકનું પણ સ્વાગત કરવા જઈ રહ્યું છે.”

2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે અમદાવાદ

શુક્રવારથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા ગૃહમંત્રી કહ્યું કે, 2036માં ઓલિમ્પિકનું આયોજન કરતા પહેલા શહેર 2030માં કોમનવેલ્થ ગેમ્સ સહિત લગભગ એક ડઝન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોનું આયોજન કરશે. આ મહોત્સવ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં નવા બનેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments