બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેન્ટર દ્વારા આયોજીત અર્થકોન ૨૦૨૫ એક્સપોમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પૂર્વ મંત્રી રજનીકાંત પટેલે બિલ્ડર્સ, આર્કિટેક્ટસ, એન્જીનીયર્સ અને કોન્ટ્રાક્ટર્સ સહીતના કન્સ્ટ્રકશન ક્ષેત્રના કાર્યકુશળ વ્યક્તિઓ અને તજજ્ઞોને ‘ગુજરાત નિર્માણ સન્માન અવોર્ડ’થી સન્માનિત કરાયા હતા.
બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેન્ટર દ્વારા અમદાવાદમાં જી.એમ.ડી.સી. પાસે ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં અર્થકોન ૨૦૨૫ એક્સપોનું આયોજન કર્યુ છે. આ એક્સપોનો ઉદઘાટન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગેસ્ટ ઓફ હોનર તરીકે પૂર્વ મંત્રી રજનીકાંત પટેલ, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસીડન્ટ રાજેન્દ્રસિંઘ કામ્બો અને વાઇસ પ્રેસીડન્ટ કે.ચંદ્રશેખર રાવ ઉપસ્થિત રહ્યાં હતા.આ સમારોહમાં ૨૦થી વધુ કેટેગરીમાં બિલ્ડર્સ, આર્કિટેક્ટસ, એન્જીનીયર્સ અને કોન્ટ્રાક્ટર્સ સહીતના કન્સ્ટ્રકશન ક્ષેત્રના કાર્યકુશળ વ્યક્તિઓને ‘ગુજરાત નિર્માણ સન્માન અવોર્ડ’ એનાયત કરીને સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અવોર્ડ વિજેતાઓને તેમજ બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સેન્ટરને અભિનંદન આપીને જણાવ્યું હતું કે અર્થકોન એક્સપોમાં આવવા માટે મને આનંદ થયો છે. કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રી, એ ગુજરાત અને ભારતમાં સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે. સૌથી વધારે રોજગાર આપતુ હોય અને જી.ડી.પી.માં કન્ટ્રીબ્યુશન હોય એવી આ ઇન્ડસ્ટ્રી છે. આ ઇન્ડસ્ટ્રી સમયની સાથે તાલ મિલાવે છે. આ ક્ષેત્રમાં અવનવી ટેકનોલોજી અને ટેકનોલોજી દ્વારા નિર્મિત થયેલા બાંધકામ વ્યવસાયમાં ઉપયોગી એવા દરેક ઇકવીપમેન્ટ પણ અહીં છે. અહીં દર વખતે કંઇકને કંઇક નવુ જોવા મળે છે.