E-Paper
Saturday, March 7, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, વિદેશમાં નશાકારક દવાઓ મોકલનાર આકાની ધરપકડ

Ahmedabad : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, વિદેશમાં નશાકારક દવાઓ મોકલનાર આકાની ધરપકડ

ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે ચાલી રહેલી ઝુંબેશમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ને મોટી સફળતા મળી છે. એટીએસની ટીમ દ્વારા અમદાવાદથી એર કાર્ગો મારફતે વિદેશમાં નશાકારક દવાઓનો જથ્થો મોકલનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. આ આરોપી તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે નશાનો કાળો કારોબાર ચલાવી રહ્યો હતો.

ઘટનાની મળતી માહિતી અનુસાર, પકડાયેલો આરોપી અમદાવાદ એરપોર્ટ પરથી એર કાર્ગો સુવિધાનો ઉપયોગ કરીને નશાકારક દવાઓનો મોટો જથ્થો વિદેશ મોકલતો હતો. ખાસ કરીને થાઈલેન્ડ, મલેશિયા અને અન્ય દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં આ દવાઓ સપ્લાય કરવામાં આવતી હતી. આ નેટવર્ક કેટલું મોટું છે અને વિદેશમાં કોને આ જથ્થો મોકલાતો હતો, તે દિશામાં એટીએસ હવે ઉંડી તપાસ હાથ ધરી રહી છે.

આરોપીની પૂછપરછમાં તેની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. તે નશાકારક દવાઓના પાર્સલ પર હર્બલ પ્રોડક્ટ્સ, સામાન્ય દવાઓ કે અન્ય ઘરગથ્થુ વસ્તુઓની ખોટી માહિતી દર્શાવતો હતો. આ રીતે તે કસ્ટમ્સ અને અન્ય તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરીને આસાનીથી ડ્રગ્સ પાર પાડી દેતો હતો. જોકે, એટીએસને મળેલી સચોટ બાતમીના આધારે આ આખા રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવીને તેના અન્ય સાગરીતો અને બેંક એકાઉન્ટ્સની તપાસ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments