HomeGujaratAhmedabadAhmedabad : ગોમતીપુરમાં પોલીસ અને પડોશીના ત્રાસથી કંટાળી ભાઈ-બહેનનો ઝેર પી આપઘાતનો...

Ahmedabad : ગોમતીપુરમાં પોલીસ અને પડોશીના ત્રાસથી કંટાળી ભાઈ-બહેનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

ન્યાયની આશા ઠગારી નીવડી: ગોમતીપુરમાં પોલીસ અને પડોશીના ત્રાસથી કંટાળી ભાઈ-બહેનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ, CM-ગૃહમંત્રી પાસે મદદ માંગી હતી. સ્માર્ટ સિટી અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી છે. પડોશીઓના સતત ત્રાસ અને પોલીસની કથિત નિષ્ક્રિયતાથી હારી જઈને એક ભાઈ-બહેને જાહેરમાં ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્રની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, પડોશીઓ સાથે થયેલી નજીવી બાબતમાં વિવાદ વકર્યો હતો. આ દરમિયાન યુવતીની છેડતી કરવામાં આવી હતી અને તેના ભાઈને ઢોર માર મારવામાં આવ્યો હતો. અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જ્યારે આ ભાઈ-બહેન ગોમતીપુર પોલીસ મથકે પહોંચ્યા, ત્યારે ત્યાં તેમને ન્યાય મળવાને બદલે ધુત્કાર મળ્યો હોવાનો આક્ષેપ છે.

પીડિતોનો ગંભીર આક્ષેપ છે કે, પોલીસે તેમની રજૂઆત સાંભળવાને બદલે ફરિયાદ લેવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. રક્ષક જ જ્યારે ભક્ષક સમાન વર્તન કરવા લાગે ત્યારે લાચાર બનેલા આ ભાઈ-બહેને રસ્તા વચ્ચે ઉભા રહીને રડતા-રડતા પોતાનો અંતિમ વીડિયો રેકોર્ડ કર્યો હતો.

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને ભાઈ-બહેન અત્યંત વેદનામાં છે અને વીડિયોમાં જ તેઓ ઝેર પીતા દેખાય છે. વીડિયોના માધ્યમથી તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે ન્યાયની આજીજી કરી છે. સ્થાનિક પોલીસથી સંપૂર્ણ વિશ્વાસ ઉઠી જવાથી તેમણે રાજ્યના ઉચ્ચ વહીવટી તંત્ર સમક્ષ આખરી ન્યાયની ગુહાર લગાવી છે. હાલ આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments