અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ દાદરાનગર હવેલીમાં ચાઈનીઝ દોરીની ફેક્ટરી ઝડપી પાડી છે. વંદના ફેક્ટરીમાં એસઓજીએ દરોડા પાડ્યા હતાં. આ દરોડા દરમિયાન 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાણંદથી ચાઈનીઝ દોરી ઝડપાતા તપાસ કરવામાં આવી હતી.
ગુજરાતમાં ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ દોરી જીવલેણ સાબિત થતી હોવાથી તેની પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાઈનીઝ દોરીના કારણે લોકોના ગળા કપાતા હોય છે અને મોત સુધીની ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઉપરાંત પક્ષીઓની પાંખો અને પગ પણ કપાઈ જતા હોવાથી સરકારે તેની સામે પ્રતિબંધ જાહેર કર્યો છે.ત્યારે પોલીસે ચાઈનીઝ દોરીની આખી ફેક્ટરી પકડી પાડી છે.

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ દાદરાનગર હવેલીમાં ચાઈનીઝ દોરીની ફેક્ટરી ઝડપી પાડી છે. વંદના ફેક્ટરીમાં એસઓજીએ દરોડા પાડ્યા હતાં. આ દરોડા દરમિયાન 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાણંદથી ચાઈનીઝ દોરી ઝડપાતા તપાસ કરવામાં આવી હતી. આ તપાસના તાર દાદરાનગર હવેલી સુધી પહોંચ્યા હતાં. ફેક્ટરીના માલિક વિરેન પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ફેક્ટરીમાંથી અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ માલ સપ્લાય કરવામાં આવતો હતો. દાદરાનગર હવેલી, સાણંદ, આણંદ અને કોઠ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ફેક્ટરીનો માલિક વિરેન પટેલ વાપીનો હોવાનું સામે આવ્યું છે. તેની સામે તપાસ હાથ ધરવામાં આવી છે.


