HomeGujaratAhmedabadAhmedabad : જુહાપુરામાં મધરાતે ચોરીનો નિષ્ફળ પ્રયાસ, મકાનમાલિક જાગી જતાં તસ્કર...

Ahmedabad : જુહાપુરામાં મધરાતે ચોરીનો નિષ્ફળ પ્રયાસ, મકાનમાલિક જાગી જતાં તસ્કર ખાલી હાથે ફરાર

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં તસ્કરોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જુહાપુરામાં આવેલા લવલી પાર્ક સોસાયટીમાં ગત રાત્રે ચોરીનો એક નિષ્ફળ પ્રયાસ થયો હતો.

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં તસ્કરોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જુહાપુરામાં આવેલા લવલી પાર્ક સોસાયટીમાં ગત રાત્રે ચોરીનો એક નિષ્ફળ પ્રયાસ થયો હતો. મકાનમાલિકની સતર્કતાને કારણે તસ્કર ચોરી કરવામાં નિષ્ફળ રહ્યો હતો અને બૂમાબૂમ થતાં જ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મધરાતના સમયે એક અજાણ્યો શખ્સ ચોરી કરવાના ઈરાદે લવલી પાર્કના એક મકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તસ્કર જ્યારે ઘરનું તાળું તોડવા કે અંદર ઘૂસવાની પેરવીમાં હતો, ત્યારે જ મકાનમાલિક અચાનક જાગી ગયા હતા. ઘરમાં કોઈની હાજરીનો અહેસાસ થતાં મકાનમાલિકે તાત્કાલિક બૂમાબૂમ કરી મૂકી હતી.

મકાનમાલિકની બૂમો સાંભળીને ગભરાયેલો ચોર પકડાઈ જવાના ડરે ત્યાંથી ખાલી હાથે ભાગી છૂટ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તસ્કરની શંકાસ્પદ હિલચાલ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ ઘટનાને પગલે લવલી પાર્ક અને આસપાસની સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે તસ્કરની ઓળખ મેળવી તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments