E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : ટેક્સ ન ભરનારા વાહન માલિકો સામે RTOની કડક કાર્યવાહી, 8,300...

Ahmedabad : ટેક્સ ન ભરનારા વાહન માલિકો સામે RTOની કડક કાર્યવાહી, 8,300 કોમર્શિયલ વાહનો બ્લેકલિસ્ટ

અમદાવાદમાં રોડ ટેક્સ ન ભરનારા વાહન માલિકો સામે આરટીઓ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્રણ વર્ષથી ટેક્સ ન ભરનારા 8,300 જેટલા કોમર્શિયલ વાહનોને આરટીઓએ બ્લેકલિસ્ટ કર્યા છે.આરટીઓ વિભાગે બ્લેકલિસ્ટ થયેલા તમામ વાહન માલિકોને નોટિસ પાઠવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે બાકી રહેલો ટેક્સ દંડ સાથે ભરવામાં આવે તો વાહનને બ્લેકલિસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે. અમદાવાદ RTOમાં 6500 અને વસ્ત્રાલ RTOમાં 1800 કોમર્શિયલ વાહનો બ્લેકલિસ્ટ કરાયા છે.

લાંબા સમયથી ટેક્સ બાકી રાખવાથી સરકારને મોટું આર્થિક નુકસાન થતું હતું. આ કાર્યવાહી બાદ ટેક્સ વસૂલાતમાં વધારો થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments