અમદાવાદમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. મોર્નિંગ સેશનમાં 98.06 ટકા હાજરી નોંધાઈ હતી. કુલ 48,941 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે હાજર રહ્યા હતા.વિષયવાર હાજરીમાં અંગ્રેજી વિષયમાં સૌથી વધુ 99.51 ટકા હાજરી નોંધાઈ હતી. પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિ નોંધાઈ નહોતી અને સમગ્ર વ્યવસ્થા સુચારૂ રહી હતી.

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પ્રથમ ભાષાનું પેપર પ્રમાણમાં સહેલું હતું. ગુજરાતી વિષયમાં “યાદગાર પ્રવાસ”, “એ શિક્ષકને કઈ રીતે ભૂલી શકું” અને “સ્વદેશી અપનાવો, દેશને અપનાવો” જેવા નિબંધ પૂછાયા હતા.અંગ્રેજી વિષયમાં ઇન્ડિયા ઓફ માય ડ્રિંમ, એઆઇ માનવ દિમાગનું સ્થાન લઈ શકે જેવા નિબંધ પૂછાતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
શહેરમાં પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા વાલીઓ અને શિક્ષણ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે..


