નરોડા વિસ્તારમાં ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ગ્રાહકના સ્વાંગમાં આવીને સોનીની નજર ચૂકવી દાગીના ચોરી જતી બે મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે.શહેરમાં વેપારીઓને નિશાન બનાવતી મહિલા ચોર ટોળકી સક્રિય થઈ છે. નરોડા વિસ્તારમાં આવેલા ‘જે.જે. જ્વેલર્સ’માં પાંચ દિવસ અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં નરોડા પોલીસને મોટી સફળતા મળી છે. ગ્રાહકના સ્વાંગમાં આવીને સોનીની નજર ચૂકવી દાગીના ચોરી જતી બે મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે.

પકડાયેલી મહિલાઓના નામ ગીતાબેન દેવીપૂજક અને કોયલબેન દેવીપૂજક હોવાનું ખુલ્યું છે. આ મહિલાઓ ગ્રાહક બનીને સોનાના દાગીના જોવાના બહાને દુકાનમાં પ્રવેશતી હતી. જ્યારે વેપારી અન્ય દાગીના બતાવવામાં વ્યસ્ત હોય, ત્યારે અત્યંત ચાલાકીથી પોતાની નજર ચૂકવીને દાગીના પોતાની પાસે છુપાવી લેતી હતી. પાંચ દિવસ અગાઉ તેમણે જે.જે. જ્વેલર્સમાં આ જ રીતે ચોરીને અંજામ આપ્યો હતો.


