અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતી યુવતી સવારે ઘરમાં નાહવા ગઈ હતી, ત્યારે યુવતીની નજર ઉપરની છત પર પડી તો પડોશમાં રહેતો યુવક યુવતીને જોઈને તેનો મોબાઇલમાં વીડિયો બનાવી રહ્યો હતો. જેથી યુવતીએ બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. યુવતીએ બહાર આવીને આજુબાજુના લોકોને જાણ કરી હતી અને ત્યારબાદ આ મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતી 19 વર્ષથી યુવતી ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. યુવતી સવારના સમયે તેના ઘરે એકલી હતી અને બાથરૂમમાં નાહવા ગઈ હતી. બાથરૂમની ઉપરની છત ખુલ્લી હતી. આ દરમિયાન યુવતીની નજર છત પર પડી તો પડોશમાં રહેતો દીપક શર્મા નામનો યુવક યુવતીને જોઈ રહ્યો હતો અને તેના મોબાઈલમાં યુવતીનો વીડિયો ઉતારી રહ્યો હતો, જેથી યુવતીએ બૂમાબૂમ કરી તો દીપક ત્યાંથી નાસી ગયો હતો.
યુવતીએ બાથરૂમમાંથી બહાર નીકળીને આસપાસના પડોશીઓને જાણકારી હતી અને તેના મામાને પણ ફોન કરીને ઘરે બોલાવ્યા હતા. તમામ લોકો ભેગા થતાં યુવતીએ દીપકની હરકત અંગે જાણ કરી હતી. બે દિવસ અગાઉ પણ દીપક આ જ રીતે યુવતી નહાતી હતી, ત્યારે તેનો વીડિયો ઉતારી રહ્યો હતો. જેથી યુવતીએ આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં દીપક વિરોધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.