E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratAhmedabad : પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક વકર્યું, વટવામાંથી બે પેડલરો MD ડ્રગ્સ...

Ahmedabad : પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક વકર્યું, વટવામાંથી બે પેડલરો MD ડ્રગ્સ સાથે ઝડપાયા

અમદાવાદમાં નશીલા પદાર્થોના દૂષણ વધી રહ્યું છે. વટવા વિસ્તારમાં જાહેરમાં ડ્રગ્સ વેચતા બે રીઢા પેડલરોને પોલીસે ઝડપી પાડી મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મહત્ત્વનું છે કે, ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે આ કાર્યવાહી કરી છે અને બે શખસોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

મળતી માહિતી અનુસાર,ક્રાઇમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, વટવા ખ્વાજાનગર પાસે બે શખસો નશાનો વેપલો કરવા બેઠા છે. પોલીસે રમઝાન પાર્કમાં રહેતા મહંમદ જુબેર અંસારી અને અમન પાર્કના શાદાબ પઠાણને કોર્ડન કરી લીધા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી 26 ગ્રામ MD ડ્રગ્સ, ઈલેક્ટ્રોનિક વજનકાંટો અને પેકિંગ માટેની ઝીપ લોક બેગ મળી આવી હતી. પકડાયેલા બંને પેડલરો આ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યા હતા અને ક્યારથી આ કાળો કારોબાર ચલાવતા હતા, તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હવે ડ્રગ્સ માફિયાઓએ પૂર્વ અમદાવાદના વિસ્તારોને ટાર્ગેટ બનાવ્યા છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે જુહાપુરા રોડ જેવા વિસ્તારોમાં મોટા સપ્લાયરો વચ્ચે આંતરિક સુલેહ થઈ જવાથી પોલીસને બાતમી મળતી બંધ થઈ છે. જેને લીધે પૂર્વ અમદાવાદમાં જાહેરમાં વેચાતા નશાના કારોબારને રોકવો એ પોલીસ માટે હવે મોટો પડકાર બની રહ્યો છે. હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપીઓના અન્ય કનેક્શન તપાસવા સીસીટીવી અને કોલ ડિટેલ્સની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments