અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી શપથ-4 બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. બિલ્ડિંગના આઠમા માળે આવેલા એક એકમમાં ACમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ બિલ્ડિંગમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી શપથ-4 બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. બિલ્ડિંગના આઠમા માળે આવેલા એક એકમમાં ACમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ બિલ્ડિંગમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. ઘટનાનો કોલ મળતાંની સાથે જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

ઉનાળો આવતાની સાથે જ ACમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં શપથ-4 બિલ્ડિંગમાં આઠમા માળે સ્થિત એક એકમમાં ACમાં આગ લાગી હતી. આગની ઘટનાનો કોલ મળતાં જ બોડકદેવ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ પહોંચી ગઈ હતી. ફાયર કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ફાયર વિભાગના અધિકારી મનુભાઈ સોલંકીએ કહ્યું હતું કે, ગરમીને કારણે એસીમાં આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે. ફાયર વિભાગ દ્વારા સતત પ્રયાસો કરી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી. હાલ ફાયર વિભાગ અને તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


