આગામી સમયમા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ અને સરકાર દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં નવી નિમાયેલી મહાનગર પાલિકાઓમાં પણ આ વખતે ચૂંટણી યોજાશે.
આગામી સમયમા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ અને સરકાર દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં નવી નિમાયેલી મહાનગર પાલિકાઓમાં પણ આ વખતે ચૂંટણી યોજાશે. ત્યારે ભાજપે આ ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. ભાજપ આ ચૂંટણીમાં યુવાઓને વધુ ટિકિટ આપશે. બીજી તરફ ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય ચાલુ રાખવામાં આવશે.
આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ભાજપ યુવાનોને વધારે પ્રમાણમાં ટિકિટ આપશે. ત્રણ ટર્મથી વધુ સમય ચૂંટણી લડ્યા હોય તેવા અને 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ આપવામાં નહીં આવે. આ નિર્ણયના કારણે અનેક જૂના જોગીઓના પત્તા કપાઈ શકે છે. તેમને હવે ભાજપના ધારાધોરણો અનુસાર ટિકિટ નહીં મળી શકે. અમદાવાદની વાત કરીએ તો વર્તમાન 32 કોર્પોરેટરોને આ વખતે ટિકિટ નહીં મળવાની શક્યતાઓ છે.

કોંગ્રેસ પશ્ચિમ વિસ્તારમાં આયાતી ઉમેદવારને ઉતારી શકે
અમદાવાદ મહાનગર પાલિકામાં ત્રણ ટર્મથી ઉપરના અથવા તો 60 વર્ષથી વધુના 32 કાઉન્સિલર છે. થોડા સમય બાદ સંગઠન ચૂંટણીલક્ષી કામગીરી કરશે. સામે કોંગ્રેસે પણ યુવાનો પર મદાર રાખવાનું ચાલુ કર્યું છે. પક્ષ દ્વારા પાર્ટીના કાર્યક્રમોમાં સક્રિય રહેનારા કાર્યકરોને ટિકિટ આપશે. સમીકરણ બદલાયા બાદ પરિવારમાંથી પણ ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આયાતી ઉમેદવારને ઉતારી શકે છે.
ત્રણ ટર્મથી વધુ ટર્મ ધરાવતા કાઉન્સિલરો ઉપર નજર કરીએ તો
ભાજપના કાઉન્સિલર કાંતિભાઈ પટેલ
વેજલપુર વોર્ડના દિલીપ બગરિયા
રાણીપ વોર્ડના દશરથ પટેલ
નારણપુરા વોર્ડના ગીતાબેન પટેલ
સરદારનગર વોર્ડના કંચન પંજવાણી
ઠક્કરબાપાનગર વોર્ડના કિરીટ પરમાર
સરસપુર વોર્ડના ભાસ્કર ભટ્ટ
સૈજપુર બોઘા વોર્ડના મહાદેવ દેસાઈ
નારણપુરા વોર્ડના જતીન પટેલ
ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂત
બાપુનગર વોર્ડના અશ્વિન પેથાણી
શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન
નારણપુરા જયેશ પટેલ
સાબરમતી અરુણ સિંહ રાજપૂત બીજેપી
સાબરમતી રાણા રમેશભાઈ બીજેપી
રાણીપ દશરથ પટેલ બીજેપી
નવા વાડજ યોગેશ પટેલ બીજેપી
ઘાટલોડિયા પ્રવીણ પટેલ
થલતેજ નીરૂબેન ડાભી બીજેપી
નારણપુરા બ્રિન્દા સુરતી બીજેપી
નારણપુરા ગીતા બેન પટેલ બીજેપી
સરદારનગર ચંદ્રપ્રકાશ ખાન ચંદાની બીજેપી
નરોડા રાજેન્દ્ર સોલંકી બીજેપી
સૈજપુર બોઘા રેશ્મા કુકરાની બીજેપી
કુબેરનગર કામિનીદેવી ઝા
અસારવા અનસૂયા બેન પટેલ બીજેપી
શાહીબાગ જશુભાઈ ચૌહાણ બીજેપી
60 વર્ષથી ઉપરના હોદેદારોની યાદી ઉપર નજર કરીએ તો….
ચાંદલોડિયા વોર્ડના ભરત પટેલ ઉંમર વર્ષ 64
બોડકદેવ વોર્ડના કાંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 63
નવા વાડજ વોર્ડના યોગેશ પટેલ ઉંમર વર્ષ 62
ઘાટલોડીયા બોર્ડના ભાવનાબેન પટેલ ઉમર વર્ષ 62
વેજલપુર બોર્ડના દિલીપ બગડીયા ઉંમર વર્ષ 62
ચાંદખેડા બોર્ડના યોગેશ બ્રહ્મભટ્ટ ઉંમર વર્ષ 61
શાહપુર વોર્ડના પ્રતાપ આગજા ઉંમર વર્ષ 61
સરખેજ બોર્ડના અલકા શાહ ઉંમર વર્ષ 61
ભાઈપુરા હાટકેશ્વર વોર્ડના વાસંતી પટેલ ઉંમર વર્ષ 61
નિકોલ વોર્ડના બળદેવ પટેલ ઉંમર વર્ષ 61
જોધપુર બોર્ડના અરવિંદ પરમાર ઉમર વર્ષ 61


