ગુજરાતમાં લોકોને હિપ્નોટાઈઝ કરીને લૂંટી લેતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. ખાસ કરીને સિનિયર સિટીઝનને લૂંટી લેવાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમા માધાપર ચોકડી પાસે એક વૃદ્ધને લૂંટી લેવાનો મામલો ઉકેલાયો છે.
ગુજરાતમાં લોકોને હિપ્નોટાઈઝ કરીને લૂંટી લેતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. ખાસ કરીને સિનિયર સિટીઝનને લૂંટી લેવાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમા માધાપર ચોકડી પાસે એક વૃદ્ધને લૂંટી લેવાનો મામલો ઉકેલાયો છે. અમદાવાદ એલસીબીએ હિપ્નોટાઈઝ કરીને લોકોને લૂંટી લેતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે રાજકોટનો વણઉકેલાયેલો ગુનો ઉકેલી નાંખ્યો છે.

રાજકોટમાં માધાપર ચોકડી પાસે એક વૃદ્ધને લૂંટી લેવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલો ઘણા સમયથી વણ ઉકેલ્યો હતો. ત્યારે અમદાવાદ એલસીબીએ લોકોને હિપ્નોટાઈઝ કરીને લૂંટી લેતા લૂંટારાને ઝડપી પાડ્યો છે. કરણનાથ નટવરલાલ પઢીયારની એલસીબીએ ધરપકડ કરી છે. આ લૂંટારાએ રાજકોટમાં માધાપર ચોકડી પાસે એક વૃદ્ધને પણ નિશાન બનાવ્યા હતાં. પોલીસે આરોપી પાસેથી ત્રણ લાખની કિંમતના સોનાના દાગીના કબજે કર્યા છે. આરોપી ખાસ કરીને મહિલાઓને લૂંટી લેતો હતો.


