HomeGujaratAhmedabadAhmedabad : માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને...

Ahmedabad : માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક્ત કરાવી

અમદાવાદના માધવપુરામાં પોલીસ ચોપડે ગત નવેમ્બર 2025માં નોંધાયેલા પોક્સોના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો છે. પોલીસે મળેલી બાતમીને આધારે સતત ત્રણ દિવસ સુધી વોચ ગોઠવી સિદ્ધપુરના મેત્રાણા ગામના ખેતરોમાં છુપાયેલા 21 વર્ષીય આરોપીને દબોચી લીધો હતો. આ સાથે જ ભોગ બનનારને છોડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગત 2 નવેમ્બર 2025ના રોજ અમદાવાદના માધવપુરામાં ઘરકામ માટે ગયેલી સગીરાને 21 વર્ષીય યુવક ભગાડી ગયો હતો. સગીરાના પિતાનું અવસાન થયેલું હોવાથી તે તેના કાકી સાથે રહીને ઘરકામમાં મદદ કરતી હતી.આ ઘટનાના દિવસે બપોરના સમયે સગીરા કામના સ્થળેથી અચાનક ગુમ થઈ હતી. ત્યારબાદ પરિવારને જાણવા મળ્યું હતું કે, સાબરમતી વિસ્તારમાં રહેતો 21 વર્ષીય યુવક સગીરાને લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવીને ભગાડી ગયો છે.

સમગ્ર મામલે સગીરાના કાકીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી યુવકે વોટ્સએપ મેસેજ દ્વારા સગીરા તેની સાથે હોવાની જાણ કરી હતી. પરંતુ ત્યારથી આરોપીનું ઘર બંધ અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચઓફ હતો. આ પછી પોલીસે ચાર મહિના સુધી સતત આ અંગે તપાસ કરી હતી. અંતે ટેક્નિકલ રીતે અને હ્યુમન સોર્સ દ્વારા જાણવા મળ્યું હતું કે, આરોપી સગીરા સાથે સિદ્ધપુરના મેત્રાણા ગામમાં છુપાયેલો છે. જે બાદ પોલીસે ત્રણ દિવસ સુધી ત્યાં વોચ રાખીને આરોપીને ઝડપી લીધો હતો અને સગીરાને છોડાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments