E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratAhmedabadAHMEDABAD : રજીસ્ટ્રેશનમાં માહિતીનો અભાવ જણાયો હતો:મ્યુનિ. પેટ ડોગના માલિકો માટે ઓનલાઈન...

AHMEDABAD : રજીસ્ટ્રેશનમાં માહિતીનો અભાવ જણાયો હતો:મ્યુનિ. પેટ ડોગના માલિકો માટે ઓનલાઈન વેબિનાર યોજશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને લઈને માલિકોને વધુ સરળતા રહે તેવા આશયથી માલિકો માટે ઓનલાઈન વેબિનારનુ આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી અઠવાડીયે આ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

શહેરમાં તાજેતરમાં હાથીજણ વિસ્તારમાં એક પાલતુ શ્વાન દ્રારા નવજાત બાળકી પર હુમલો કરવાની ઘટના બાદ મ્યુનિ,એ પાલતુ જાનવરો ખાસ કરીને પેટ ડોગના માલિકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાની શરૂઆત થઈ છે સાથે પેટ ડોગના વર્તન અને તેમના એડ્રેસ વગેરે અંગે જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે પેટ ડોગના માલિકો દ્વારા ડોગનું યોગ્ય રીતે સાર સંભાળ તેની મેડિકલ ચેકઅપ વ્યક્તિ અને તેના ખાવાથી લઈને અચાનક બદલાવ અંગે કોઈપણ જાણકારી હોતી નથી તેવું ધ્યાને આવ્યું છે. ડોગના માલિકોએ પોતાના ડોગની યોગ્ય રીતે તાર સંભાળ અને તેની નિયમિત ચેકઅપથી લઈને તેના વર્તન ઉપર ધ્યાન આપવું જરૂરી છે.આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરાવનારા મધ્યમ અને ઉચ્ચ બ્રીડના ડોગ જેવા કે લેબ્રાડોર, જર્મન, શેફર્ડ, રોટવીલર, સુત્ઝી વગેરે જેવા પેટ ડોગના માલિકો માટે ઓનલાઇન વેબિનાર યોજવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી અઠવાડિયે ઓનલાઇન વેબિનાર યોજાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments