રાજસ્થાનના નાથ બાવાનુ અપહરણ કરી ખંડણી માંગનાર એક જ પરિવારના ત્રણ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી છે. અમદાવાદથી અપહરણ કરી અપહ્યતને પાટણના શંખેશ્વર લઈ જવામાં આવ્યો હતો.
રાજસ્થાનના નાથ બાવાનુ અપહરણ કરી ખંડણી માંગનાર એક જ પરિવારના ત્રણ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી છે. અમદાવાદથી અપહરણ કરી અપહ્યતને પાટણના શંખેશ્વર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં માર મારી ખંડણી માંગવામાં આવી હતી. આરોપીના ઘરે કરેલી વિધિમાં ફળદાઈ પરિણામ ન મળતા અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જે અંગે આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
રાજસ્થાનના નાથ બાવા છગનનાથનું અપહરણ કરી લઈ જતા ત્રણ યુવકો અમદાવાદના ગીતા મંદિર પાસે સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. જે ત્રણેય યુવકોના નામ હરેશ ઠાકોર,નરેશ ઠાકોર અને તલાજી ઠાકોર છે. જે અમદાવાદના ઠક્કર નગર વિસ્તારમાં રહે છે અને મૂળ પાટણના પીરોજપુર ગામના વતની છે. પોલીસે અપહરણ અને ખંડણીના ગુનામાં આ ત્રણે આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓ ભોગ બનનાર છગનનાથનું અપહરણ કરી પાટણ શંખેશ્વર ખાતે લઈ ગયા હતા. ત્યાંથી ભોગ બનનારના પરિવાર પાસે ચાર લાખની ખંડણી માગી હતી.

જે અંગે કાગડાપીઠ પોલીસ મથક ખાતે 30 ડિસેમ્બરના રોજ ગુનો નોંધાયો હતો. જે ગુનાની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચે પાટણ ખાતેથી આરોપીઓની ધરપકડ કરી અપહ્યતનો છુટકારો કરાવ્યો છે.અપહરણ અને ખંડણીના ગુનામાં પોલીસે એક જ પરિવારના 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલ આરોપી હરેશની સગાઈ ન થતી હોવાથી અપહ્યત છગનનાથના સસરા પાસે વિધી કરાવી હતી.
જે વિધિ કરવા પાછળ ઘર અને ખેતરમા ખોદકામ કરી 1.60 લાખનો ખર્ચ કરાવ્યો હતો. ત્રણેય આરોપીઓએ ભેગા મળી અપહરણનું પ્લાનિંગ કરી ગુનાને અંજામ આપ્યો હતો. જે ગુનામાં પોતાનું નુકસાન લેવા ચાર લાખની ખંડણી પણ માંગી હતી. તેથી પોલીસ ભોગ બનનારનો પરિવાર બની આરોપીઓ સાથે વાતચીત કરી પાટણ સુધી પહોંચી હતી. જે બાદ આરોપીઓને ઝડપી ભોગ બનનારને સહી સલામત છોડાવ્યો હતો.


