E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના, ગુજરાત કોલેજ કેમ્પસમાં દારૂની ખાલી...

Ahmedabad : વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના, ગુજરાત કોલેજ કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી

અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતાં શૈક્ષણિક વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. વિધાના ધામ સમાન ગણાતી કોલેજના પરિસરમાં આવી ઘટના સામે આવતાં સવાલો ઉઠ્યા છે.

માહિતી અનુસાર, કેમ્પસમાંથી અનેક ખાલી બોટલો મળી આવી હતી. ઘટના સામે આવતા કોલેજ પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.કોલેજના પ્રિન્સિપાલ મનોજ પટેલે જણાવ્યું હતું કે, દારૂની બોટલો એકત્ર કરી વીડિયો બનાવવામાં આવ્યો છે અને સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે કેમ્પસમાં ન્યુસન્સ ફેલાઇ રહ્યું હતું, જેને કાબૂમાં લેવા સતત પ્રયાસ કરી રહ્યા છીએ.પ્રિન્સિપાલે જણાવ્યું કે પોલીસ કમિશનરને ત્રણ વખત લેખિત રજૂઆત કરવામાં આવી છે, છતાં કેટલાક તત્વો કેમ્પસને અડ્ડો બનાવી બેસે છે.તેમણે કહ્યું કે એડમિશન ના ધરાવતા કેટલાક વિદ્યાર્થીઓ તથા બહારના તત્વો દ્વારા પરિસરમાં અયોગ્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આવા અનેક વિદ્યાર્થીઓ અહી અડ્ડો જમાવીને બેસે છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, રાજકીય પાર્ટીના બોર્ડવાળી ગાડીઓ પણ કેમ્પસ આસપાસ ન્યુસન્સ ફેલાવે છે.”

કોલેજ પ્રશાસને ચેતવણી આપી છે કે જો કોઈ વિદ્યાર્થી સંડોવાયેલો હોવાનું સામે આવશે તો તેના એડમિશન રદ કરવાની સાથે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે.ઘટનાને લઈ વિદ્યાર્થી અને વાલીઓમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. શિક્ષણના પવિત્ર સ્થળે આવી પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments