E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : વેજલપુરમાં નબીરાઓ દારૂ અને બીયરની બોટલો સાથે ધાબે દેખાયા,

Ahmedabad : વેજલપુરમાં નબીરાઓ દારૂ અને બીયરની બોટલો સાથે ધાબે દેખાયા,

અમદાવાદમાં નબીરાઓનો વીડિયો થયો વાયરલ અને ધાબા પર દારૂ અને બીયરની બોટલ સાથે દેખાયા છે અને વેજલપુર ગામનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી.અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ઉતરાયણ પર્વ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં નબીરાઓ હાથમાં દારૂની બોટલ લઈ ડાન્સ કરી રહ્યાં છે અને જાણે પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવું લાગી રહ્યું છે, હજી આ મામલે વીડિયોમાં જે યુવાનો દેખાય છે તેમની કોઈ અટકાયત કે કાર્યવાહી કરવામાં આવી નથી.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક છોકરાઓ ધોળા દિવસે જાહેરમાં ધાબા પર દારૂની બોટલો સાથે પાર્ટી કરતા અને ડાન્સ કરતા જોવા મળે છે. આ યુવકો ખુલ્લેઆમ દારૂ પીતા પોલીસને પડકાર ફેંકતા હોવાનો દાવો પણ વીડિયોમાં સ્પષ્ટ થાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકોને જાણે પોલીસ કે પછી અન્ય કોઇની પણ જાણે કોઈ બીક નથી તેમ મજા લઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments