HomeGujaratAhmedabadAhmedabad : શહેરમા કપિરાજને ખવડાવવું ભારે પડશે, 3 વર્ષની જેલ અને...

Ahmedabad : શહેરમા કપિરાજને ખવડાવવું ભારે પડશે, 3 વર્ષની જેલ અને 25 હજાર દંડ થશે

અમદાવાદ શહેરમાં વિસ્તારમાં વધારો થવાથી વૃક્ષોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. નવા બાંધકામને કારણે વન વિસ્તાર ઘટી રહ્યો છે. જેના કારણે કપિરાજ જેવા વન્યજીવો રહેણાંક વિસ્તારમાં આવીને આતંક મચાવી રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં વિસ્તારમાં વધારો થવાથી વૃક્ષોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. નવા બાંધકામને કારણે વન વિસ્તાર ઘટી રહ્યો છે. જેના કારણે કપિરાજ જેવા વન્યજીવો રહેણાંક વિસ્તારમાં આવીને આતંક મચાવી રહ્યાં છે. છાશવારે લોકોને કપિરાજ દ્વારા બચકાં ભરવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈને વન વિભાગ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરમાં કપિરાજને ખોરાક આપવો ગુનો બનશે. વન વિભાગે કેદ અને દંડની જાહેરાત કરી છે.

અમદાવાદ શહેરમાં વધી રહેલા કપિરાજના આતંકને કારણે વન વિભાગ એક્શનમાં આવ્યો છે. છાશવારે લોકોને બચકાં ભરતાં કપિરાજને હવે લોકો ખોરાક નહીં આપી શકે. વન વિભાગ દ્વારા કપિરાજને જે કોઈ ખવડાવતો પકડાશે તેની સામે વન્યજીવ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમ પ્રમાણે કપિરાજને ખવડાવનારને હવે ત્રણ વર્ષની કેદ અને 25 હજારનો દંડ થશે.

અમદાવાદ શહેરમાં મંદિરો, સોસાયટીઓ સહિતના સ્થળો પર લોકો કપિરાજને કંઈને કંઈ ખવડાવતા હોય છે. ફળો કે બિસ્કિટ સહિતની ચીજવસ્તુઓ કપિરાજને ખવડાવાતી હોય છે. જેથી ખોરાકની શોધમાં ફરતા કપિરાજ સોસાયટીઓમાં કે જાહેર રસ્તા પર આતંક મચાવી લોકોને બચકાં ભરતા હોય છે. જેથી હવેથી કપિરાજને ખવડાવવું ભારે પડી શકે છે. વન વિભાગ દ્વારા આ માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments