E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : શહેર પોલીસે હજુ સુધી એક પણ આયોજકને મંજૂરી નથી આપી,...

Ahmedabad : શહેર પોલીસે હજુ સુધી એક પણ આયોજકને મંજૂરી નથી આપી, ગ્રામ્ય પોલીસે પણ બનાવ્યો ખાસ એક્શન પ્લાન

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં પોલીસ દ્વારા હજી સુધી એક પણ આયોજકને મંજૂરી આપવામાં આવી નથી. પોલીસને અત્યાર સુધીમાં કૂલ 11 કાર્યક્રમ માટેની મંજૂરી માટે અરજીઓ મળી છે.

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં પોલીસ દ્વારા હજી સુધી એક પણ આયોજકને મંજૂરી આપવામાં આવી નથી. પોલીસને અત્યાર સુધીમાં કૂલ 11 કાર્યક્રમ માટેની મંજૂરી માટે અરજીઓ મળી છે. આ અરજીઓ પર સ્થાનિક પોલીસનો અભિપ્રાય લેવાશે. ત્યાર બાદ જ ઉજવણી માટે આયોજકોને મંજૂરી આપવામાં આવશે. બીજી બાજુ ગ્રામ્ય પોલીસે પણ એક્શન પ્લાન બનાવ્યો છે. હાઇવે અને જિલ્લા વિસ્તારમાં પોઇન્ટ ફાળવાયા છે.

અમદાવાદમાં ક્લબ સહિતની જગ્યાઓ પર થર્ટી ફર્સ્ટની ઉજવણી થતી હોય છે. ડાન્સ સહિતના કાર્યક્રમો થતા હોય છે. ત્યારે આ વખતે અમદાવાદમાં હજી સુધી એક પણ આયોજકને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંજૂરી આપવામાં આવી નથી. પોલીસને અત્યાર સુધીમાં કૂલ 11 કાર્યક્રમો માટે મંજૂરી અંગેની અરજીઓ મળી છે. આ આરજીઓ પર સ્થાનિક પોલીસ સ્ટેશનના અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસના અભિપ્રાય આવ્યા બાદ જ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવશે. જેના કારણે આયોજકોમાં અત્યારે ફાળ પડેલી જોવા મળી રહી છે.ગ્રામ્ય પોલીસ બ્રેથ એનાલાઈઝર અને બોડી વોર્ન કેમેરા સાથે ચેકિંગ કરશે. 50 અધિકારી અને 1000 કર્મચારી ખડેપગે રહેશે.રેવ પાર્ટી કે એ પ્રકારની પાર્ટી પર ખાસ નજર રહેશે

આવતીકાલે વર્ષ 2025ના છેલ્લા દિવસ 31મી ડિસેમ્બરની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીને લઈને શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં 9 હજારથી વધુ પોલીસ બંદોબસ્તમાં તૈનાત રહેશે. 63 પોઈન્ટ અને 14 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અલગ અલગ જગ્યાઓ પર ડ્રાઈવ યોજવામાં આવી છે. DCP અને ACP કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં રહેશે. ડ્રગ્સ અને દારૂની હેરાફેરી રોકવા પોલીસની ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે 71 જેટલી SHE ટીમ કાર્યરત રહેશે.443 બ્રેથ એનાલાઈઝરની મદદથી ચેકિંગ કરવામાં આવશે.રોમિયોગીરી અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ રોકવા પેટ્રોલિંગ કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments