વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેઓ સાણંદ પહોંચ્યા હતા અને સાડા ત્રણ કિમીનો ભવ્ય રોડ શો યોજ્યો હતો
બપોરે 3 વાગે સાણંદ પહોંચ્યા
વડાપ્રધાન બપોરે 3:40 વાગ્યાના પોતાના નિર્ધારિત સમયમાં પહોંચવાના બદલે, બપોરે 3 વાગે સાણંદ પહોંચ્યા હતા

3.5 કિલોમીટર લાંબો રોડ શો
સાણંદ હેલિપેડથી માર્ગ પર 3.5 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હકતો.આ રોડ શોમાં આશરે 15,000 લોકો પહોંચ્યા હતા. હજારો લોકોએ પીએમનું ફુલો વરસાવી અભિવાદન કર્યું હતું.
PM મોદીનું સ્વાગત કરવા માટે 25 જેટલા સ્વાગત પોઇન્ટ બનાવાયા હતા અને વિવિધ થીમ સાથેના પ્લેનકાર્ડ્સ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું
PM મોદીના આ રોડ શો અને લોકાર્પણને લઈને ભારે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી


