E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : સાણંદમાં 28 તારીખે PM મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે, સેમિકન્ડક્ટર યુનિટનું...

Ahmedabad : સાણંદમાં 28 તારીખે PM મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે, સેમિકન્ડક્ટર યુનિટનું લોકાર્પણ કરશે

અમદાવાદના સાણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 28 તારીખે ભવ્ય રોડ-શો યોજાનાર છે. વડાપ્રધાનનો સાણંદ હેલિપેડથી સભા સ્થળ સુધી રોડ-શો યોજાશે, જેને લઇ સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ છે. આશરે 3 કિમીનો રોડ શો યોજાશે.વડાપ્રધાન સાણંદ ખાતે સેમિકન્ડક્ટર યુનિટનું લોકાર્પણ કરશે. ખાસ કરીને માઈક્રોન પ્લાન્ટના ઉદ્ઘાટનને લઇ દેશ-વિદેશમાં ચર્ચા ચાલી રહી છે. આ પ્રોજેક્ટને ભારત માટે ટેકનોલોજી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

રોડ-શો અને કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને જનસભાની તમામ વ્યવસ્થાઓ માટે અધિકારીઓએ સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments