HomeGujaratAhmedabadAhmedabad : સિંગર જીગરદાન ગઢવીએ જાહેર મંચ પરથી યુ ટર્ન માર્યો,...

Ahmedabad : સિંગર જીગરદાન ગઢવીએ જાહેર મંચ પરથી યુ ટર્ન માર્યો, ગુજરાતી ગીતો ગાવાનું ચાલુ રાખશે

જાણીતા ગુજરાતી ગાયક જીગરદાન ગઢવીએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેઓ હવે ગુજરાતી ફિલ્મોમાં ગીતો નહીં ગાય. જીગરદાન ગઢવીની આ પોસ્ટ બાદ ચાહકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી.

જાણીતા ગુજરાતી ગાયક જીગરદાન ગઢવીએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેઓ હવે ગુજરાતી ફિલ્મોમાં ગીતો નહીં ગાય. જીગરદાન ગઢવીની આ પોસ્ટ બાદ ચાહકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી. જીગરા તરીકે જાણીતા જીગરદાન ગઢવી હવે અન્ય પ્રોજેક્ટ પર કામ કરશે તેવો સંકેત પણ આપ્યો હતો. ત્યારે હવે તેમણે યુ ટર્ન માર્યો છે. નિવૃત્તિ જાહેર બાદ તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, તેઓ ગુજરાતી મ્યુઝિક નહીં છોડે. ગુજરાતી ગીત ગાવાનુ ચાલુ રાખશે

રામનવમીના દિવસે જ તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, હું આ માધ્યમથી જાહેર કરુ છું કે, હવે પછી ગુજરાતી ફિલ્મો માટેના પ્લેબેક ગાયન તેમજ તમામ ગુજરાતી લેબલ્સ અને યૂટ્યૂબ ચેનલ્સના મ્યુઝિક પ્રોજેક્ટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. છેલ્લા 10 વર્ષનો આ સફર ખૂબજ યાદગાર રહ્યો છે. આપ સૌએ આપેલા પ્રેમ અને સપોર્ટ માટે દિલથી આભાર. તેમણે કયા કારણે આ નિર્ણય લીધો તેનો કોઈ ખુલાસો કર્યો નહોતો. હવે તેમણે પોતાની નિવૃત્તિની જાહેરાત બાદ યુટર્ન મારી દીધો છે.

જીગરદાન ગઢવીએ વ્હાલમ આવોને જેવા અનેક લોકપ્રિય ગીતો ગાયા છે. સોશિયલ મીડિયામાં તેમના ચાહકો દ્વારા અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. જીગરદાન ગઢવીએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ હાર્દિક અભિનંદનથી કરી હતી. ચાલ જીવી લઈએ ફિલ્મના ગીત ચાંદને કહો ખૂબજ પ્રચલિત રહ્યું છે. જીગરદાન ગઢવીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે હાર્દિક અભિનંદન, આઈ વિશ અને લેપેટ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments