HomeGujaratAhmedabadAhmedabad : સિંધુ ભવન રોડ પર સિટી સ્ક્વેર માટે ટેન્ડર: 50 માળ...

Ahmedabad : સિંધુ ભવન રોડ પર સિટી સ્ક્વેર માટે ટેન્ડર: 50 માળ ઊંચા ટાવર પર સ્કાય વોક અને રેસ્ટોરન્ટ બનશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના સૌથી વાઈબ્રન્ટ વિસ્તાર એવા સિંધુ ભવન રોડ પર એક લેન્ડમાર્ક અર્બન પ્રોજેક્ટ ‘સિટી સ્ક્વેર’ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આશરે ત્રણ વર્ષ પહેલા જાહેર કરાયેલો આ પ્રોજેક્ટ હવે સ્થાનિક ચૂંટણીઓ નજીક આવતા અમલીકરણ તરફ આગળ વધી રહ્યો છે, જેના માટે 522.22 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ આઈકોનિક ટાવર 175 મીટરની ઊંચાઈ ધરાવશે, જે આશરે 50 માળની ઈમારત જેટલી હશે. આ સાથે જ તે અમદાવાદના સૌથી ઊંચા માળખાઓમાંનું એક બની રહેશે.

આ પ્રોજેક્ટને આધુનિક અર્બન પ્લાઝા તરીકે ડિઝાઈન કરવામાં આવ્યો છે, જ્યાં મનોરંજન, ડાઇનિંગ અને લેઝર સુવિધાઓનો સમન્વય જોવા મળશે. આ ટાવરનું મુખ્ય આકર્ષણ 40 મીટરની ઊંચાઈ પર આવેલી બે માળની ભવ્ય રેસ્ટોરન્ટ હશે, જેમાં અંદાજે 900 લોકોની બેઠક ક્ષમતા હશે. આ ઉપરાંત, તેની ઉપર એક ટેરેસ કેફે પણ બનાવવામાં આવશે જ્યાં 200 જેટલા મુલાકાતીઓ બેસી શકશે. ટાવરની સાવ ઉપરના ભાગે એટલે કે 175 મીટરની ઊંચાઈએ ગ્લાસ સ્કાયવોક અને ઓબ્ઝર્વેશન ગેલેરી પ્રસ્તાવિત છે, જે મુલાકાતીઓને આખા શહેરનો અદભૂત નજારો (પેનોરોમિક વ્યૂ) અને ‘વોક-ઓન-ગ્લાસ’નો રોમાંચક અનુભવ પૂરો પાડશે.

‘સિટી સ્ક્વેર’થી અમદાવાદના પર્યટનને વેગ મળશે તેવો દાવો

ટાવરના નીચેના ભાગે એટલે કે ગ્રાઉન્ડ લેવલ પર એક જાહેર સ્થળ વિકસાવવામાં આવશે, જેમાં આકર્ષક લેન્ડસ્કેપ ગાર્ડન, વોટર ફાઉન્ટેન અને વિવિધ ફૂડ કિઓસ્ક હશે. સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 450 લોકોની ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર પણ આ પ્રોજેક્ટનો હિસ્સો છે. મોટા પાયે આવનારા મુલાકાતીઓની સુવિધા માટે અહીં ત્રણ સ્તરનું બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં આવશે, જેમાં અંદાજે 410 કાર અને 1,465 ટુ-વ્હીલર પાર્ક કરી શકાશે. આમ, આ પ્રોજેક્ટ આગામી સમયમાં અમદાવાદના પર્યટન અને શહેરી વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે.

ગગનચુંબી ઊંચાઈ અને આધુનિક આર્કિટેક્ચર

આ પ્રોજેક્ટની જાહેરાત ત્રણ વર્ષ પહેલા કરવામાં આવી હતી, જે હવે અમલીકરણના તબક્કે પહોંચી છે.

ઊંચાઈ: 175 મીટર (લગભગ 50 માળથી વધુ ઊંચી ઈમારત સમાન).

સ્કાયવોક: ટાવરની ટોચ પર એટલે કે 175 મીટરની ઊંચાઈએ ગ્લાસ સ્કાયવોક બનાવવામાં આવશે, જ્યાંથી લોકો શહેરનો પેનોરોમિક વ્યુ માણી શકશે.

વ્યૂઈંગ ગેલેરી: પ્રવાસીઓ માટે ખાસ ઓબ્ઝર્વેશન ગેલેરીની સુવિધા.

ખાનપાન અને મનોરંજનનું નવું સરનામું

સિટી સ્ક્વેર માત્ર એક ટાવર નહીં પણ એક સંપૂર્ણ અર્બન પ્લાઝા હશે

મુખ્ય આકર્ષણ: 175 મીટર (50 માળ+)ની ઊંચાઈએ ‘વૉક-ઓન-ગ્લાસ’ અનુભવ, પેનોરોમિક વ્યૂ

રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ: 40 મીટરની ઊંચાઈએ બે માળની ભવ્ય રેસ્ટોરન્ટ બનશે, જેમાં એકસાથે 900 લોકો બેસી શકશે.

ટેરેસ કેફે: રેસ્ટોરન્ટની ઉપર 200 લોકોની ક્ષમતા ધરાવતું આધુનિક ટેરેસ કેફે હશે.

એમ્ફીથિયેટર: સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 450 લોકોની બેઠક વ્યવસ્થા ધરાવતું ઓપન એર થિયેટર.

પાર્કિંગ અને ગ્રાઉન્ડ લેવલ સુવિધાઓ
ત્રણ સ્તરનું બેઝમેન્ટ પાર્કિંગ: જેમાં 410 કાર અને 1,465 ટુ-વ્હીલર પાર્ક કરી શકાશે.

પબ્લિક પ્લાઝા: ગ્રાઉન્ડ ફ્લોર પર ગ્રીન ગાર્ડન, આકર્ષક વોટર ફાઉન્ટેન અને ફૂડ કિઓસ્ક બનાવવામાં આવશે, જે સામાન્ય જનતા માટે હરવા-ફરવાનું ઉત્તમ સ્થળ બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments