HomeGujaratAhmedabadAhmedabad : સિવિલ લિકર કૌભાંડમાં કોર્ટે ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર...

Ahmedabad : સિવિલ લિકર કૌભાંડમાં કોર્ટે ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

9 અરજદારના મેડિકલ લીકર પરમીટના 1.80 લાખ રૂપિયા ચાઉં કરી જનારા લીકર પરમીટ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક સહિત ૩ કર્મચારીઓની શાહીબાગ પોલીસે ધરપકડ કરી છે.

અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ વિકર પરમીટના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ થતા હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં 9 અરજદારના મેડિકલ લીકર પરમીટના 1.80 લાખ રૂપિયા ચાઉં કરી જનારા લીકર પરમીટ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક સહિત ૩ કર્મચારીઓની શાહીબાગ પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે ત્રણેયના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સિવિલ હોસ્પિટલ દ્વારા સમગ્ર કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ કરાઈ છે તો બીજી તરફ તપાસ કરવા માટે 5 સભ્યોની કમિટી બનાવી છે જે મેડીકલ લીકર પરમીટ કૌભાંડની તપાસ કરી રહી છે. સિવિલ તંત્રએ 3 માસનો ડેટા પોલીસને સોંપ્યો છે. કૌભાંડ મુદ્દે 4 પરમિટ ધારકના નિવેદન નોંધાયા છે. પોલીસે આ કેસમાં 9 અરજદારના મેડિકલ લીકર પરમીટના 1.80 લાખ રૂપિયા ચાઉં કરી જનારા લીકર પરમીટ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક સહિત ૩ કર્મચારીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. પોલીસે તેમના સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી. તેની સામે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આરોપીઓને 25 માર્ચ 11 વાગ્યા બાદ ફરી કોર્ટમાં રજૂ કરાશે.

જે રોગી કલ્યાણ સમિતિ ફંડમાં કૌભાંડ થયું તે વિભાગના ફરજ બજાવતા અધિકારીઓને આ કૌભાંડની તપાસ સોંપાઈ છે જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.કર્મચારીથી લઈને સિનિયર કલાંકે ઉઘરાવેલા રુપિયાની ઉપર બેઠેલા લોકોને કેમ ખબર ના પડી. શા માટે માત્ર 9 અરજદારોની તપાસ કરાઈ છે. રોગી કલ્યાણ સમિતિમાં ફંડ જમા કરાવવાનુ કામ વરસોથી ચાલી રહ્યું છે તો અગાઉના વ્યવહારોની તપાસ પણ સત્વરે કરવી જરૂરી બની છે. જેથી મોટામાથાઓના નામ પણ ખુલી શકે છે. અમદાવાદ સિવિલ તંત્રએ પોલીસને ત્રણ માસનો ડેટા આપ્યો છે. જ્યારે પોલીસે 2025 અને 2026 સુધીનો ડેટા માંગ્યો છે.

પોલીસે સિવિલ તંત્રના કમ્પ્યુટર કબજે લીધા છે. આ કૌભાંડ મુદ્દે ચાર પરમીટ ધારકોના નિવેદન નોંધાયા છે. આજે પોલીસે ધરપકડ કરેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવીને તપાસ કરશે. આરોપીઓએ લીકર પરમીટ માટે મેળવેલા નાણાં જમા કરાવ્યા નહોતા. કેટલા સમયથી આ કૌભાંડ ચાલતુ અને કોના ઈશારે રૂપિયા રોકડમાં લેવામાં આવતા હતાં તેની પણ તપાસ કરવામાં આવશે. 1.80 લાખના કૌભાંડની રકમ કોને કોને મળી તે અંગે તપાસ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments