E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : સોનાની વીંટી ચોરી નકલી વીંટી મુકી દેતી એક મહિલા ચોર...

Ahmedabad : સોનાની વીંટી ચોરી નકલી વીંટી મુકી દેતી એક મહિલા ચોર ઝડપાઈ, પોલીસે ચાર ગુના ઉકેલ્યા

સોનાની વીંટી ચોરી બગસરાની વીંટી મૂકી દેતી એક મહિલા ચોરની પોલીસે ધરપકડ કરી છે. જ્વેલર્સને ચુનો ચોપડનાર મહિલા પાસેથી પોલીસે 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહિલાએ 12 જેટલા જવેલર્સને ચૂનો ચોપડ્યો છે

સોનાની વીંટી ચોરી બગસરાની વીંટી મૂકી દેતી એક મહિલા ચોરની પોલીસે ધરપકડ કરી છે. જ્વેલર્સને ચુનો ચોપડનાર મહિલા પાસેથી પોલીસે 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહિલાએ 12 જેટલા જવેલર્સને ચૂનો ચોપડ્યો છે સાથે વધુ એક ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા આરોપી પ્રવિણાબેન ઉર્ફે ટીની સેનવાએ 12 જ્વેલર્સને ચુનો લગાવ્યો છે.જેનાથી 4 ગુનામાં તે ફરાર હતી. નરોડા પોલીસની કસ્ટડીમાં રહેલી આ મહિલા આરોપી પાસેથી 3 લાખના કિમતના દાગીના પણ કબ્જે કરવામા આવ્યા છે. નરોડા, ઓઢવ અને સાબરમતી વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાંથી ચાલાકી પૂર્વક સોનાની વીંટીઓની ચોરી કરી હતી.ઝડપાયેલ આરોપી પ્રવિણાબેન સેનવાની પોલીસ શોધખોળ કરતી હતી. તેવામાં આરોપી વડોદરાથી અમદાવાદ ચોરીને અંજામ આપવા માટે આવી પહોચી હતી.

નરોડા પોલીસને બાતમી મળી હતી કે જુદી જુદી જગ્યાએ નજર ચૂકવી દાગીના ઉઠાવનાર મહિલા નરોડા સ્મશાન ચાર રસ્તા પાસે ઉભી છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને પ્રવિણાબેન ઉર્ફે ટીની ને ઝડપી લીધી હતી.પકડાયેલ મહિલાની પૂછપરછમાં જણાવ્યું હતું કે, આરોપી મહિલા જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને જતી અને જેન્ટ્સ વીંટીઓ જોતી હતી.જ્યારે સોની અન્ય દાગીના બતાવવામાં વ્યસ્ત હોય ત્યારે તે નજર ચૂકવી પોતાની પાસે રહેલી નકલી વીંટી ત્યાં મૂકી દઈ અસલી સોનાની વીંટીની ચોરી કરી લેતી હતી.આરોપીની તપાસમા નરોડા પોલીસ સ્ટેશનના બે, ઓઢવનો એક અને સાબરમતી પોલીસ સ્ટેશનનો એક એમ કુલ 4 ગુનાઓ ઉકેલાયા છે. નરોડા પોલીસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments