સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપના અનેક નેતાઓના પત્તા કપાઈ શકે છે. ભાજપ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાસ કરીને કોર્પોરેશનોમાં ત્રણ ટર્મ અને 60 વર્ષના નિયમ ઉમેદવારો માટે યથાવત રાખે તેવી પ્રબળ સંભાવનાઓ છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ અનેક નેતાઓના પત્તા કપાઈ શકે છે. ભાજપ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાસ કરીને કોર્પોરેશનોમાં ત્રણ ટર્મ અને 60 વર્ષના નિયમ ઉમેદવારો માટે યથાવત રાખે તેવી પ્રબળ સંભાવનાઓ છેઆગામી દિવસોમાં ભાજપ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે જિલ્લા અને શહેરોમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરશે.એક પ્રકારે નવી કેડર તૈયાર કરવા માટે તત્કાલીન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના સમયથી આ નિયમો અમલમાં લાવવામાં આવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના આ નિર્ણય ની સીધી અસર અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો પર પણ જોવા મળશે.વર્તમાન અને પૂર્વ મેયર સહિત અનેક જુના જોગીઓના પત્તા કપાઈ જવાની સંભાવના છે.

અંદાજે 32 જેટલા વર્તમાન અથવા પૂર્વ કાઉન્સિલરો એવા છે જે ત્રણ ટર્મ પૂરા કરી ચૂક્યા છે અથવા 60 વર્ષથી વધુ ઉંમરના છે, જેના કારણે આગામી ચૂંટણીમાં તેમને ટિકિટ મળવાની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે.
ત્રણ ટર્મ ના કાઉન્સિલરની વાત કરીએ તો બોડકદેવ વોર્ડના ભાજપના કાઉન્સિલર કાંતિભાઈ પટેલ, વેજલપુર વોર્ડના દિલીપ બગરિયા, રાણીપ વોર્ડના દશરથ પટેલ, નારણપુરા વોર્ડના ગીતાબેન પટેલ, સરદારનગર વોર્ડના કંચન પંજવાણી, ઠક્કરબાપાનગર વોર્ડના કિરીટ પરમાર ( પૂર્વ મેયર), સરસપુર વોર્ડના ભાસ્કર ભટ્ટ, સૈજપુર બોઘા વોર્ડના મહાદેવ દેસાઈ, નારણપુરા વોર્ડના જતીન પટેલ, નારણપુરા વોર્ડ જયેશ પટેલ , ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂત તથા બાપુનગર વોર્ડના અશ્વિન પેથાણી અને શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન ( મેયર)નો સમાવેશ થાય છે.
60 વર્ષથી ઉપરના હોદેદારોની યાદી ઉપર નજર કરવામાં આવે તો ચાંદલોડિયા વોર્ડના ભરત પટેલ ઉંમર વર્ષ 64,બોડકદેવ વોર્ડના કાંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 63, નવા વાડજ વોર્ડના યોગેશ પટેલ ઉંમર વર્ષ 62, ઘાટલોડીયા બોર્ડના ભાવનાબેન પટેલ ઉમર વર્ષ 62, વેજલપુર બોર્ડના દિલીપ બગડીયા ઉંમર વર્ષ 62, ચાંદખેડા બોર્ડના યોગેશ બ્રહ્મભટ્ટ ઉંમર વર્ષ 61, શાહપુર વોર્ડના પ્રતાપ આગજા ઉંમર વર્ષ 61, સરખેજ બોર્ડના અલકા શાહ ઉંમર વર્ષ 61, ભાઈપુરા હાટકેશ્વર વોર્ડના વાસંતી પટેલ ઉંમર વર્ષ 61, નિકોલ વોર્ડના બળદેવ પટેલ ઉંમર વર્ષ 61 અને જોધપુર બોર્ડના અરવિંદ પરમાર ઉમર વર્ષ 61નો સમાવેશ થાય છે.
અમદાવાદ મનપા ની જેમ અન્ય શહેરોમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવે તો અનેક લોકોના પત્તા કાપવાની સંભાવના રહેલી છે. આ મુદ્દે રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકરનું કહેવું છે કે આનાથી એક નવી કેડર ઉભી થશે.ભાજપે વિધાનસભામાં પણ યુવાન લોકોને તક આપી એનાથી આજે ધારાસભ્યો અને મંત્રીઓ ૪૦-૫૦ વર્ષ છે.કોર્પોરેશનમાં પણ મોટેભાગે ૪૦ વર્ષ સુધીની ઉંમરના ચૂંટણીલક્ષી રાજનીતિ મા તક મળે એવું લાગે છે.


