અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જેમાં દાદાની ઉંમરના એક 65 વર્ષીય વૃદ્ધે નવ વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. વિશ્વાસના સબંધને કલંકિત કરતી આ ઘટનામાં નિકોલ પોલીસે ગણતરીના કલાકોમાં વૃદ્ધની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર બાળકીની માતા નિકોલ વિસ્તારની એક દુકાનમાં કામ કરે છે. આરોપી વૃદ્ધ પણ આ જ દુકાનમાં સાથે કામ કરતો હતો. પરિચિત હોવાને કારણે અને એક જ જગ્યાએ કામ કરતા હોવાને લીધે પરિવારનો તેના પર વિશ્વાસ હતો. જ્યારે માતા કામથી બહાર ગઈ હોવાથી બાળકી દુકાનમાં એકલી હતી, ત્યારે આરોપી વૃદ્ધે માસૂમની એકલતાનો લાભ ઉઠાવી તેણે બાળકી સાથે અડપલાં કર્યા હતા. જ્યારે સીસીટીવી ચેક કરતા આ સમગ્ર ઘટના સામે આવી હતી.

બાળકીની માતાએ તાત્કાલિક નિકોલ પોલીસ સ્ટેશનમાં નરાધમ વૃદ્ધ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મ મામલાની ગંભીરતાને સમજીને ત્વરિત તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે 65 વર્ષીય આરોપી વૃદ્ધની ધરપકડ કરી લીધી છે.


