E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : AIને કારણે કમ્યુટર RAMની જરૂરિયાત વધી, ગુજરાતના બજારમાં ભાવ 200...

Ahmedabad : AIને કારણે કમ્યુટર RAMની જરૂરિયાત વધી, ગુજરાતના બજારમાં ભાવ 200 ગણો વધ્યો

ગઈકાલે મેમરી ચીપ બનાવતી માઈક્રોન કંપનીએ રીટેઈલ માર્કેટમાં નહીં આવવાનું જણાવી દેતા વૈશ્વિક બજાર પર ભારે અસર વર્તાઈ છે અને હજુ વધુ અસર થશે તેવું લાગી રહ્યું છે. આ સાથે તેની સ્થાનિક અસ૨ પણ વ્યાપક છે.

છેલ્લા બે મહિનાથી તમામ ગુજરાતના શહેરોમાં મેમરી સ્ટીકનો 200 ગણો ભાવ વધારો થયો છે. અમદાવાદના સ્થાનિક કોમ્પ્યુટર હાર્ડવેર એન્જિનિયરો હાલમાં રેમ સ્ટીક તેની મૂળ કિંમતથી 200 ટકા ભાવ વધુ ચુકવતા હોવાથી કોમ્પ્યુટરની કિંમતોમાં 50 ટકાના વધારાનો સામનો કરવો પડી રહ્યો છે.

વ્યાપક વૈશ્વિક રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના હાઈ મેમરી સેટઅપની ડિમાન્ડ વધી હોવાથી આ પ્રકારની તંગી વર્તાઈ છે. જેની સામે રેમ સ્ટીક બનાવતી કંપનીઓએ પોતાની પાસે સ્ટોક નથી એવું જાહેર કરી દેતા આ સ્થિતિનું નિર્માણ થયું છે.

અમદાવાદના એક હાર્ડવેર એન્જિનિયર જણાવે છે કે જે કોમ્યુટરની સિસ્ટમ બે લાખમાં આવતી હતી તેનો ભાવ હાલમાં મેમરી મોંઘી થવાને કારણે ત્રણ લાખથી વધુ થઈ ગયો છે. જેની સીધી અસર ગુજરાતના કોર્પોરેટ જગતના કોમ્પ્યુટર સિસ્ટમના સપ્લાય પર પડી રહી છે. નવી વિકસતી કંપનીઓએ પણ આઈટીનું ફાઈનાન્સ ફરી રીસ્ટ્રક્ચર કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ડિજિટલ ઈનોવેશન કરતી કંપનીઓ પણ આ તકલીફનો ભારે સામનો કરી રહી છે. તાજેતરના સમયમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં રેમ સ્ટીકની સાથે સાથે એસએસડીના ભાવ પણ 70 ટકા વધ્યા છે.

2022-23 દરમિયાન બજારમાં વધારે સ્ટોક હતો અને કંપનીઓને નુકસાન થતું હતું, તેથી તેમણે ઉત્પાદન ઓછી કરી દીધું છે. પરંતુ આજ સમયે AI, ડેટા સેન્ટર અને ક્લાઉડ કમ્પ્યુટિંગ માટે અચાનક ભારે માંગ ઊભી થઈ છે. AI ટેક્નોલોજી ચલાવવા માટે ખૂબ મોટી માત્રામાં મેમરી અને હાઈ-પરફોર્મન્સ સ્ટોરેજ સાથે ગ્રાફિક્સ જરૂરી હોય છે. તેથી મોટી કંપનીઓએ પોતાનો મોટાભાગનો સ્ટોક Al-સર્વર કંપનીઓને સપ્લાય કરવાનું શરૂ કર્યું છે. જેને પરિણામે સામાન્ય ગ્રાહકો માટે આ પ્રોડક્ટ્સ અકલ્પનિય રીતે મોંઘી થઈ છે. આ સ્થિતિને કારણે કોમ્પ્યુટર એસેમ્બલિંગ બિઝનેસ સાથે સંકળાયેલા હાર્ડવેર એન્જિનિયરોના બજેટ પણ ખોરવાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments