રાજ્યમાં વરસાદી માહોલ બને તે પહેલા જ વિવિઝ સમસ્યાઓ સામે આવી રહી છે. આ મુશ્કેલીઓનું નિવારણ લાવવા માટે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ કોર્પોરેશન એટલે કે AMCએ કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ કન્ટ્રોલ રૂમથી વરસાદી પાણી દરમિયાન સર્જાતી મુશ્કેલીઓ પર નજર રાખવા આવશે. કયા સ્થળે પાણી ભરાયુ છે, કયા સ્થળે અંડરપાસમાં પાણી ભરાયુ છે. તે અંગે જોઇ શકાશે. મહત્ત્વપૂર્ણ છે કે, પાણી ભરાવાના 147 સ્પોટનું મોનીટરીંગ કરી શકાશે.
અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાતા સ્થાનિકો પરેશાન થઇ જાય છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા વર્ષો જૂની છે. ત્યારે આ સમસ્યાનું હલ કાઢવા માટે અને સ્થાનિકોને સુવિધા આપવા માટે તંત્રએ મહત્ત્વનું પગલુ લીધુ છે. પ્રિ મોન્સુન માટે AMCએ કન્ટ્રોલ રૂમ શરુ કર્યો છે. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમથી હવે મોનીટરીંગ કરી શકાશે. વરસાદ દરમિયાનનું મોનીટરીંગ તંત્ર માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. પાણી ભરાવાના 147 સ્પોટનું મોનીટરીંગ હાથ ધરાશે. અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવશે. 407 સ્થળોએ 1247 CCTVથી આ મોનીટરીંગ શરુ કરવામાં આવશે. ઝાડ પડવા, મકાન તૂટી પડવાની ફરિયાદોનું નિવારણ ઝડપથી લાવી શકાશે.
સત્તાવાર ચોમાસુ શરુ થાય તે પહેલા તંત્રએ સંપૂર્ણ કામગીરી શરુ કરી છે. જેને પગલે સ્થાનિકો તંત્ર પર પોકળ દાવાનો આરોપ ન લગાવી શકે. અને તંત્ર કરદાતાઓને પુરતી સુવિધા આપી શકે. વરસાદ દરમિયાન મુખ્ય અને સૌથી વધુ જોવા મળતી સમસ્યા પાણી ભરાવાની છે. જેને પગલે સ્થાનિકો હમેંશા ફરિયાદ કરતા રહે છે. રોડ રસ્તા પાણીના કારણે બ્લોક થતા અવર જવર કરનારા વાહનો પર સીધી અસર જોવા મળે છે. અને અન્ય સમસ્યાઓ જન્મ લે છે. ત્યારે AMCએ શરૂ કરેલો કન્ટ્રોલ રૂમ તંત્રની સાથે સ્થાનિકો માટે મદદરૂપ સાબિત થશે.