E-Paper
Monday, March 9, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : GLS યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

Ahmedabad : GLS યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

યુનિવર્સિટીની ‘કોલેજિએટ વિમેન ડેવલપમેન્ટ કમિટી (CWDC)’ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વર્ષના મહિલા દિવસની થીમ ‘ગિવ ટુ ગેઈન’ (Give to Gain)ને ધ્યાનમાં રાખીને, સમાજમાં સ્ત્રીઓની સહનશક્તિ, પ્રેમ, ત્યાગ અને નેતૃત્વના ગુણોને બિરદાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોલેજની યુવતીઓ અને મહિલા સ્ટાફને પ્રોત્સાહિત કરવાનો અને નારીત્વનું ગૌરવ વધારવાનો હતો. GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. ચાંદની કાપડિયાએ અન્ય મહાનુભાવો સાથે આ પ્રસંગે હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનું આયોજન GLS યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સુધીર નાણાવટીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.ડો. કાપડિયાએ જણાવ્યું હતું કે, “જ્યારે મહિલાઓને સમાન તકો મળે છે, ત્યારે તેઓ માત્ર ભાગ જ નથી લેતી, પરંતુ પ્રગતિની ગતિને વેગ આપે છે. મહિલાઓ એકબીજાને ટેકો આપીને સામ્રાજ્ય ઊભું કરે છે. તેઓ સમાજની ઘડવૈયા છે; તેમનું સન્માન કરવું એ આખા સમાજનું સન્માન કરવા બરાબર છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે મહિલાઓમાં જન્મજાત શક્તિ હોય છે, તેથી સમાજે તેમને નેતૃત્વ કરવાની તકો પૂરી પાડવી જોઈએ.

કાર્યક્રમના અંતે ‘S/He Fest’ યોજાયો હતો, જેમાં વિજેતાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ‘She Thrives: Feel to Heal’ કાર્યક્રમનું આયોજન આ સાથે જ, મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ GLS યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટી દ્વારા મહિલા સ્ટાફના માનસિક સ્વાસ્થ્ય માટે ‘She Thrives: Feel to Heal’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા ‘માઇન્ડફુલનેસ’ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ (તણાવ મુક્તિ) અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ, માનસિક સુખાકારી માટે સ્વ-જાગૃતિ અને પોતાની સંભાળ રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ફેકલ્ટી મેમ્બર્સના સર્વાંગી વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments