અમદાવાદના રસ્તાઓ પર ગેરકાયદે ધંધાકીય એકમને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થવાની સમસ્યા સૌથી વધારે છે. ત્યારે એસ જી હાઇવે પરના કેટલાંક મહત્વની પોઇન્ટ પર ખાણીપીણીના કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યાને ટાળવા માટે એસ જી હાઇવે-૧ અને એસ જી હાઇવે-૨ પોલીસે બે દિવસ દરમિયાન રોંગસાઇડ અને રોંગ પાર્કિગના એક હજારથી વધારે ગુના નોંધીને કાર્યવાહી કરી છે.
એસ જી હાઇવે પર કર્ણાવતી ક્લબ, થલતેજ અને ગોતામાં આવેલા ખાણીપીણી અને અન્ય ધંધાકીય એકમોને કારણે રસ્તા પર મોટાપ્રમાણમાં વાહનો આડેધડ પાર્ક થવાની સાથે રોંગસાઇડમાં પણ મોટાપ્રમાણમાં વાહનચાલકો આવીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે. જેના આધારે એસ જી હાઇવે ટ્રાફિક ૧ અને ૨ પોલીસના સ્ટાફ દ્વારા બે દિવસ દરમિયાન એક હજારથી વધુ ગુના નોંધીની કાર્યવાહી કરવાની સાથે મોટાપ્રમાણમાં વાહનો પણ જપ્ત કર્યા હતા.જેમાં રોંગસાઇડ અને રોંગ સાઇડના ગુનાનો સમાવેશ થાય છે. આ ઉપરાત, રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં પણ પોલીસે અનેક કાર્યવાહી કરી હતી. તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા મુખ્ય રસ્તાઓ પરના દબાણને હટાવવાની સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


