E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaAI Impact Summit 2026 : PM મોદી સાથે સ્ટેજ પર 29 વર્ષીય...

AI Impact Summit 2026 : PM મોદી સાથે સ્ટેજ પર 29 વર્ષીય અબજોપતિ! કોણ છે એલેક્ઝાન્ડર વાંગ?

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં પીએમ નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ શેર કરનાર 29 વર્ષીય યુવા નેતા સૌની નજરમાં આવ્યા. તેમની ઉંમરથી વધુ તેમનું કામ અને વિઝન લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે.

AI ઇમ્પેક્ટ સમિટ 2026નો ચોથો દિવસ વિશ્વભરના ટોપના ટેક નેતાઓ માટે ખાસ રહ્યો. ગૂગલના CEO Sundar Pichai, OpenAIના CEO Sam Altman અને Anthropicના CEO Dario Amodei જેવી જાણીતી હસ્તીઓ હાજર હતી. પરંતુ આ સમિટમાં સૌથી રસપ્રદ નામ હતું Alexander Wang મેટાના CEO Mark Zuckerberg ગેરહાજર રહ્યા, પરંતુ તેમની તરફથી ભારતમાં મેટાની સુપરઇન્ટેલિજન્સ ટીમનું પ્રતિનિધિત્વ એલેક્ઝાન્ડર વાંગે કર્યું.

એલેક્ઝાન્ડર વાંગ ઉંમરમાં સૌથી નાના હોવા છતાં સમિટના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક છે. તેઓ હાલમાં Metaમાં સુપરઇન્ટેલિજન્સ લેબ્સ (MSL)ના વડા છે અને કંપનીની ભવિષ્યની AI દિશા નક્કી કરે છે. PM Narendra Modi સાથે સ્ટેજ પર તેમની હાજરીએ સ્પષ્ટ સંકેત આપ્યો કે ભારત હવે વૈશ્વિક AI નકશામાં કેન્દ્રસ્થાને આવી રહ્યું છે.

વાંગે MITમાં અભ્યાસ અધવચ્ચે છોડી 2016માં Scale AIની સ્થાપના કરી. આ કંપની AI માટે ડેટા લેબલિંગ અને મોડેલ ટ્રેનિંગનું મહત્વપૂર્ણ કામ કરે છે. NVIDIA, Amazon અને Meta જેવી મોટી કંપનીઓ તેના ગ્રાહકો છે. આ સફળતાના કારણે વાંગની સંપત્તિ અંદાજે $3.2 થી $3.6 બિલિયન સુધી પહોંચી છે, જેના કારણે તેઓ વિશ્વના સૌથી યુવા અબજોપતિઓમાંના એક બન્યા.

2025માં મેટાએ Scale AIમાં આશરે $14.3 બિલિયનનું રોકાણ કરી લગભગ 49% હિસ્સો મેળવ્યો. આ સાથે વાંગને મેટાની સુપરઇન્ટેલિજન્સ લેબ્સનું નેતૃત્વ સોંપવામાં આવ્યું. આ સોદો AI ઉદ્યોગના સૌથી મોટા “ટેલેન્ટ એક્વિઝિશન” તરીકે જોવામાં આવ્યો.

વાંગનું માનવું છે કે ભારત AI અપનાવવાની દ્રષ્ટિએ સૌથી ઝડપી દેશોમાંનું એક છે. WhatsApp, Instagram અને Facebook પર AI ફીચર્સનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી ભારત મેટા માટે મુખ્ય પરીક્ષણ કેન્દ્ર બની રહ્યું છે. તેમનો મુખ્ય ખ્યાલ છે પર્સનલ સુપરઇન્ટેલિજન્સ, એટલે કે ભવિષ્યમાં દરેક વ્યક્તિ પાસે પોતાનું વ્યક્તિગત AI હશે, જે શીખવા, નોકરી, વ્યવસાય અને દૈનિક જીવનમાં નિર્ણયો લેવા મદદ કરશે.

સુપરઇન્ટેલિજન્સ એવી AI છે જે માનવ બુદ્ધિથી પણ આગળ હશે. તે દવાઓની શોધ, રોગચાળો અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓમાં મોટો ફર્ક પાડી શકે છે. પરંતુ જો નિયંત્રણ ન રહે, તો જોખમ પણ એટલું જ મોટું છે. તેથી જ સલામતી અને માનવ નિયંત્રણ પર ભાર આપવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments