E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAmreli : લગ્ન પ્રસંગમાં ગાડીનો કાચ તૂટતા જામ્યા જંગના દ્રશ્યો, જેસીંગપરામાં સ્થાનિકો...

Amreli : લગ્ન પ્રસંગમાં ગાડીનો કાચ તૂટતા જામ્યા જંગના દ્રશ્યો, જેસીંગપરામાં સ્થાનિકો અને જાનૈયાઓ વચ્ચે ઝપાઝપી

અમરેલી શહેરમાં લગ્નની સીઝન વચ્ચે આનંદના પ્રસંગમાં વિઘ્ન સંતોષી તત્વો કે નજીવી બાબતે થતી માથાકૂટના કિસ્સાઓ વધી રહ્યા છે. અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં ગત રાત્રે એક લગ્ન પ્રસંગ દરમિયાન ગાડીનો કાચ તૂટવા જેવી સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક રહીશો અને લગ્ન પક્ષના લોકો વચ્ચે હિંસક ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, જેસીંગપરા વિસ્તારમાં આવેલી એક સમાજની વાડીમાં ગત રાત્રે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન સોસાયટીમાં પાર્ક કરવામાં આવેલી એક ગાડીનો કાચ કોઈ કારણસર તૂટી ગયો હતો. આ બાબતને લઈને સ્થાનિક રહીશ અને લગ્ન પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલી ઉગ્ર બની હતી અને બંને પક્ષો વચ્ચે છૂટાહાથની મારામારી અને ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.

લગ્ન પ્રસંગમાં થયેલી આ ધમાચકડીને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને બંને પક્ષોને શાંત પાડ્યા હતા અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. જોકે, આ ઝપાઝપીને કારણે લગ્નનો આનંદ થોડીવાર માટે શોકમાં ફેરવાઈ ગયો હતો.

આ સમગ્ર માથાકૂટનો કોઈએ મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો, જે અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને પક્ષો એકબીજા સાથે બાખડતા અને બૂમો પાડતા સ્પષ્ટ જોઈ શકાય છે. પોલીસ હાલ આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે કેમ તેની વિગતો મેળવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments