E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratAmreli : લીલીયામાં રેતી ચોરી સામે પોલીસની લાલ આંખ, શેત્રુંજી નદીમાંથી રેતી...

Amreli : લીલીયામાં રેતી ચોરી સામે પોલીસની લાલ આંખ, શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કેસમાં બે ડમ્પર જપ્ત કર્યા

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ગેરકાયદેસર રીતે થતી રેતી ચોરી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. લીલીયાના સલડી ગામ પાસે શેત્રુંજી નદીમાંથી રેતી ભરેલી બે ડમ્પર ટ્રક ઝડપી પાડવામાં આવી છે.અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ગેરકાયદેસર રીતે થતી રેતી ચોરી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. લીલીયાના સલડી ગામ પાસે શેત્રુંજી નદીમાંથી રેતી ભરેલી બે ડમ્પર ટ્રક ઝડપી પાડવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રેતી ચોરી કરીને ડમ્પર ટ્રકમાં ભરી લઈ જવામાં આવી રહી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડા પાડી બંને વાહનો ઝડપી લીધા હતા. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ચોરી કરનારાઓમાં ફફડાટ મચી ગયો છે.લાંબા સમયથી રેતી ચોરી થતી હોવા છતાં ખાણ-ખનીજ વિભાગ ઊંઘતું રહ્યુંસ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી રેતી ચોરી થતી હોવા છતાં ખાણ-ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું હતું, ત્યારે અંતે પોલીસે આગળ આવી કાર્યવાહી કરી છે.

પોલીસ દ્વારા બંને ડમ્પર ટ્રક જપ્ત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી વિસ્તારમાં રેતી ચોરી સામે કડક પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments