E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratANAND : અમૂલ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો,...

ANAND : અમૂલ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો, દાણના ભાવમાં 50 પૈસાનો ઘટાડો: લાખો પશુપાલકોને થશે લાભ

આણંદની અમૂલ ડેરી દ્વારા તા. 1 જૂનથી દૂધની ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવશે. અમૂલ દાણના ભાવમાં પ્રતિ કિલોએ 50 પૈસાનો ઘટાડો કરાયો છે. તેમજ અમેરિકા બાદ હવે સ્પેનમાં પણ અમૂલ દૂધ લોન્ચ કરાશે.

અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોએ રૂ. 10નો વધારો કરાયો છે. તા. 1 જૂનથી દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે દૂધના રૂ. 855ના બદલે 865 ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 7 લાખથી વઘુ પશુપાલકોને ફાયદો થશે.

દૂધના ઉત્પાદકોને 2024-25 માટે રૂા. 1,028 પ્રતિ કિલો ફેટ અંતિમ ભાવ ચૂકવવામાં આવ્યા છે. અમૂલ દાણના ભાવમાં પ્રતિ કિલોએ 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમૂલ દાણની 70 કિલોની બેગ દીઠ રૂ. ૩5 અને 50 કિલોની બેગ દીઠ રૂ. 25નો ઘટાડો કર્યો છે.

આ ઉપરાંત એપ્રિલ મહિનામાં પણ વરદાન દાણમાં બેગ દીઠ રૂ. 50, ન્યુટ્રી ગાર્ડ દાણમાં બેગ દીઠ 60, બફેલો દાણમાં બેગ દીઠ 100, ન્યુટ્રી પાવર દાણમાં બેગ દીઠ રૂ. 200નો પહેલાથી ઘટાડો કરવામાં આવ્યો છે.

અમૂલ ડેરીએ આસામ સરકાર પાસેથી લીઝ પર લીધેલી જમીન પર રૂ. 75થી 100 કરોડના મૂડી રોકાણ સાથે નવો ડેરી પ્લાન્ટ ટૂંકમાં સ્થપાશે. અમેરિકા બાદ 4 જૂને સ્પેનમાં જીસીએમએમએફ અને સ્થાનિક ડેરીના સહયોગથી અમૂલ દૂધ લોન્ચ કરાશે. બે બાયો સીએનજી પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન પણ કરાઈ રહ્યું છે. જેમાં ગાયના મૂત્ર અને ગોબરના ઉપયોગથી ગોબરગેસ ઉત્પન્ન કર્યા બાદ સ્લરીને ખાતર તરીકે ઉપયોગ કરાશે. અમૂલ ડેરી દ્વારા અત્યાર સુધીમાં દૂધ મંડળીઓમાં 994 સોલર સિસ્ટમ લગાડાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments