E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAnand : ઉમરેઠમાં આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક તપાસનો ધમધમાટ

Anand : ઉમરેઠમાં આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક તપાસનો ધમધમાટ

ઉમરેઠ શહેરમાં આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાદ્ય પદાર્થોના સ્ટોરેજની પદ્ધતિ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે હેતુથી આજે આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. ઉમરેઠના વ્યસ્ત એવા બસ સ્ટેન્ડ (બસટોપ) અને તેની આસપાસના વિસ્તારોમાં ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

તંત્રની ટીમોએ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી નાની-મોટી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને રસ્તા પર ઊભા રહેતા ખાણી-પીણીની લારીઓ પર સઘન ચેકિંગ કર્યું હતું. આ તપાસ દરમિયાન ખોરાકની ગુણવત્તા અને વપરાતા તેલ-મસાલાની તપાસ. રસોડા અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાનું પ્રમાણ. ખાદ્ય પદાર્થોના સ્ટોરેજની પદ્ધતિ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આકસ્મિક ચેકિંગ દરમિયાન જે એકમોમાં ક્ષતિઓ જોવા મળી હતી, તેમને તાત્કાલિક સ્વચ્છતા જાળવવા અને નિયમોનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડે તેવો ખોરાક પીરસતા એકમો સામે આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આ સપાટાને પગલે ઉમરેઠના હોટલ સંચાલકો અને લારી ગલ્લાવાળાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments