E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAnand : કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન સેવા ફરી શરૂ, 65 ગામોના મુસાફરોને મોટી...

Anand : કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન સેવા ફરી શરૂ, 65 ગામોના મુસાફરોને મોટી રાહત

આણંદ કઠાણા-વાસદ-વડોદરા મેમુ (MEMU) ટ્રેન સેવા ફરીથી પાટા પર દોડતી થઈ છે. આ નિર્ણયથી બોરસદ અને આંકલાવ વિસ્તારના 65થી વધુ ગામોના મુસાફરોને લાંબા સમયથી રાહતની અનુભૂતિ થઈ છે.કોરોના મહામારીના સમયમાં બંધ કરી દેવાયેલી આણંદ કઠાણા-વાસદ-વડોદરા મેમુ (MEMU) ટ્રેન સેવા ફરીથી પાટા પર દોડતી થઈ છે. આ નિર્ણયથી આણંદ જિલ્લાના બોરસદ અને આંકલાવ વિસ્તારના ૬૫થી વધુ ગામોના મુસાફરોને લાંબા સમયથી રાહતની અનુભૂતિ થઈ છે, જેઓ આ ટ્રેન પર નિર્ભર હતા.

કઠાણા ગામ, જે મરી-મસાલાના હબ તરીકે જાણીતું છે, ત્યાંના લોકો સહિત સમગ્ર વિસ્તારના નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે આ ટ્રેન પરિવહનની એક મહત્વપૂર્ણ કડી હતી. ટ્રેન સેવા બંધ રહેતા આ તમામ લોકો રોજિંદી મુસાફરી માટે ખાનગી વાહનો અને રોડ ટ્રાન્સપોર્ટ પર નિર્ભર બન્યા હતા. જેને કારણે તેમનો મુસાફરીનો સમય અને ખર્ચ બંનેમાં નોંધપાત્ર વધારો થયો હતો.બોરસદ-આંકલાવ વિસ્તારના નાગરિકોની લાંબા સમયની માંગ બાદ આ મેમુ ટ્રેન સેવા આજે ફરી શરૂ થઈ છે.

આ મેમુ ટ્રેન સેવા પુનઃ શરૂ થવી વર્તમાન સમયમાં અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે. તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી આણંદ-વડોદરા માર્ગ પર ટ્રાફિકનું દબાણ ઘણું વધી ગયું હતું, જેના કારણે રોડ પરિવહન વધુ મુશ્કેલ બન્યું હતું. આવી સ્થિતિમાં મેમુ ટ્રેન સેવા ફરી શરૂ થતાં બોરસદ-આંકલાવ વિસ્તારના ગામોના નાગરિકોને હવે સરળ અને સસ્તો વાહનવ્યવહાર ઉપલબ્ધ બનશે, અને સાથે જ આણંદ-વડોદરા માર્ગ પરના ટ્રાફિકનું દબાણ પણ આંશિક રીતે હળવું થશે. નાગરિકોએ આ ટ્રેન સેવા ફરી શરૂ કરવા બદલ રેલવે સત્તાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments