ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમે 07 ડિસેમ્બર 2025ના રોજ અંકલેશ્વર ખાતે એક આકર્ષક હવાઇ ડિસ્પ્લે દ્વારા હજારો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમે 07 ડિસેમ્બર 2025ના રોજ અંકલેશ્વર ખાતે એક આકર્ષક હવાઇ ડિસ્પ્લે દ્વારા હજારો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ ડિસ્પ્લેમાં સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા ALH ધ્રુવ હેલિકોપ્ટરમાં ટીમે શાનદાર દાવપેચ ચલાવતા ચપળતા,ચોકસાઈ અને દોષરહિત તાલમેલનું પ્રદર્શન કર્યું હતું.

આ ઉચ્ચ કૌશલ્યપૂર્ણ ડિસ્પ્લે નિહાળવા માટે રહેવાસીઓ વિદ્યાર્થીઓ,ઉડ્ડયન સંબંધિત ઉત્સાહીઓ અને સ્થાનિક અધિકારીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.સારંગ ટીમે જટિલ ફોર્મેશન અને એરોબેટિક સિક્વન્સની શ્રેણી રજૂ કરી હતી જેનાથી IAFના પાઇલોટ્સ અને ક્રૂનું અસાધારણ પ્રોફેશનલિઝમ જોવા મળ્યું હતું. ઉડ્ડયન ડિસ્પ્લેથી દર્શકો પર અને તેમાં પણ ખાસ કરીને હિંમત અને શિસ્તના પ્રદર્શનથી પ્રેરિત યુવાનો પર એક અમીટ છાપ ઉભી થઈ હતી. વાદળી ગણવેશમાં સજ્જ પુરુષો અને મહિલાઓના સરળ સંકલનથી યુવા દર્શકોમાં ગર્વ અને પ્રેરણાની ભાવના જાગી, જેનાથી ઘણા લોકો ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવા અને રાષ્ટ્રના સંરક્ષણમાં યોગદાન આપવા માટે પ્રેરિત થયા હતા.
સારંગે વર્ષ 2004માં સિંગાપોરમાં એશિયન એરોસ્પેસ શોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ વખત પ્રદર્શન કર્યું હતું અને ત્યારથી તેઓ દુનિયાભરના 390થી વધુ સ્થળોએ 1,200 થી વધુ વખત પરફોર્મન્સ આપી ચૂક્યા છે. આ ટીમ અત્યંત ચપળ ALH Mk I વેરિઅન્ટને ઓપરેટ કરે છે, જે તેની શ્રેષ્ઠ ગતિશીલતા અને વિશ્વસનીયતા માટે પ્રખ્યાત છે. સારંગ ટીમ અંકલેશ્વરના આકાશમાં ઉડાન ભરશે, ત્યારે દર્શકોને ભારતીય વાયુસેનાની વિશિષ્ટ ઓળખ એટલે કે, હવાઇ શ્રેષ્ઠતા, શિસ્ત અને રાષ્ટ્રીય ગૌરવનું રોમાંચક પ્રદર્શન જોવા મળશે.


