E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratAnkleshwar : પોલીસે 4 પોલીસ મથકોમાંથી જપ્ત કરેલા વિદેશી દારૂનો નાશ કર્યો

Ankleshwar : પોલીસે 4 પોલીસ મથકોમાંથી જપ્ત કરેલા વિદેશી દારૂનો નાશ કર્યો

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પોલીસે ચાર પોલીસ મથકોમાંથી જપ્ત કરેલા વિદેશી દારૂનો નાશ હાંસોટ રોડ પર આમળા ખાડી નજીક કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન, રૂરલ, જીઆઇડીસી અને “બી” ડિવિઝન પોલીસે કુલ રૂ. 34 લાખથી વધુની કિંમતની 21 હજારથી વધુ દારૂની બોટલો જપ્ત કરી હતી. નાશ કરવાની કાર્યવાહી પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી ડૉ. કુશલ ઓઝા અને મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. દારૂની બોટલો પર રોલર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન નશાબંધી અધિકારી એ.બી. ગણાવા તેમજ ચારેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર્સ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments