ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકામાં સરકારી જમીન પર વૃક્ષો કાપવા બદલ સામોર ગામના સરપંચને દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારી જમીન પર વૃક્ષો કાપવા બદલ સામોર ગામના સરપંચને વૃક્ષ દીઠ 1 હજારનો દંડ, કુલ 5 હજાર ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે. સામોર ગામમાં સરકારી જમીન પર થયેલા વૃક્ષોના નિકંદન મામલે સરપંચને દંડ ફટકારવામાં આવ્યો છે. ગામના સરપંચ કિરણ.એલ.વસાવાએ પંચવટી બાગમાંથી કોઈપણ પરવાનગી વગર પાંચ વૃક્ષો કાપી નાખ્યા હતા. આ મામલો સ્થાનિક રહેવાસી રાજેશ નટવરભાઈ મોદીએ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી સમક્ષ ઉઠાવ્યો હતો. ફરિયાદ બાદ કરવામાં આવેલી સ્થળ તપાસમાં આ વૃક્ષો સરકારી જમીન પરથી કાપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે આ ગેરકાયદેસર કૃત્ય બદલ સરપંચ કિરણ વસાવા વિરુદ્ધ કાર્યવાહી કરી દરેક વૃક્ષ દીઠ 1 હજાર રૂપિયાના હિસાબે કુલ 5 હજાર રૂપિયાનો દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે.
Reporter : કેતન મહેતા, અંકલેશ્વર ભરૂચ