અમદાવાદથી રાજસ્થાન તરફ જવા માટે અસારવા સ્ટેશનથી ટ્રેન ઉપડે છે. બીજી તરફ આ રૂટ પર તાજેતરમાં જ વંદેભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાને મોટી પરિવહન સુવિધા મળી છે.

અમદાવાદથી રાજસ્થાન તરફ જવા માટે અસારવા સ્ટેશનથી ટ્રેન ઉપડે છે. બીજી તરફ આ રૂટ પર તાજેતરમાં જ વંદેભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાને મોટી પરિવહન સુવિધા મળી છે. સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે મંત્રીને રજૂઆત કરી હતી કે, યાત્રાધામ શામળાજીને વંદેભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે. જે રજૂઆતને ધ્યાને લઈને રેલવે મંત્રી દ્વારા શામળાજી સ્ટેશન પર વંદેભારત ટ્રેનને સ્ટોપેજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


