વિશ્વ હાલ યુદ્ધના નગારે વાગી રહ્યું છે. રશિયા -યુક્રેન ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. હાલ ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.
રશિયા-યૂક્રેન, ઈઝરાયેલ-હમાસ, ઈઝરાયેલ-ઈરાન, લેબનાન અને સીરિયા આ બધા એ દેશોના નામ છે, જે હાલ યુદ્ધ કરી રહ્યા છે. આ ઉપરાંત ઈઝરાયેલની વિરુદ્ધ દુનિયાના 40થી વધારે ઈસ્લામિક દેશો લામબંધ થઈ રહ્યા છે, તો રશિયા પણ બહારથી સમર્થન આપી રહ્યું છે. બીજી તરફ અમેરિકા સહિત નાટો ગ્રુપના દેશ ઈઝરાયેલનો સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે. ઉત્તર કોરિયા તો દરેક સમયે યુદ્ધની ધમકી અને ન્યૂક્લિયર ટેક્સ કરતો જ રહે છે.જ્યારે ચીન તાઈવાન પર હુમલો કરવા તૈયાર છે.

આજના આધુનિક યુદ્ધ માં ડ્રોન, મિસાઈલ, બેલેસ્ટિક મિસાઈલોનો મારો શહેરોને ખંડેરમાં ફેરવાઈ રહ્યાં છે હજારો લોકો મરી રહ્યાં છે. લાખો લોકો ઘાયલ થયા છે અબજોનું સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે.હવે વિશ્વના મોટા દેશો પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યાં છે. ત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.આજે આપણે ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો પૃથ્વી પર માનવ, પ્રાણી અને વનસ્પતિ પર કેવી કેવી વિપરીત અસર થશે.
ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો તેની અસરો પૃથ્વી પર અત્યંત વિનાશકઅને લાંબા સમય સુધી રહે તેવી હોઈ શકે છે. પરમાણુ, હાઇડ્રોજન બોમ્બ અને કેમિકલ હથિયારોના ઉપયોગથી હિરોશિમા કરતાં ૧૦૦ ગણો વધારે વિનાશ થઈ શકે છે.આજના સમયમાં સૌથી મોટો ખતરો પરમાણુ યુદ્ધ નો છે, કારણ કે મોટા ભાગના દેશો પાસે હજારો પરમાણુ શસ્ત્રો છે. જો પરમાણુ હથિયારો વપરાય તો
યુદ્ધમાં મોટા શહેરોમાં લાખો-કરોડો લોકો તરત જ મરી જશે. એક હિરોશિમા જેટલા બોમ્બથી પણ 1થી 2 કિમીની અંદર બધું નાશ પામી જાય.શહેરોમાં લાગેલી આગથી અબજો ટન સૂટ અને ધુમાડો ઉપરના વાતાવરણમાં જશે.
એનાથી તાત્કાલિક રેડિયેશન ની અસર થી લાખો લોકો બીમાર પડશે અને તરફડીને મરશે.
આમા પરમાણુ શિયાળાની સૌથી ભયાનક અસર જોવા મળશે
પહેલા એ જાણીએ કે પરમાણુ શિયાળો શું છે?
પરમાણુ શિયાળો શું છે?:
પરમાણુ શિયાળો એ પરમાણુ યુદ્ધ પછીની સૌથી ભયાનક અને લાંબા ગાળાની અસર છે. પરમાણુ બોમ્બો શહેરો અને ઔદ્યોગિક વિસ્તારો પર પડે તો મોટા પાયે આગ લાગે છે
આ આગથી અબજો ટન કાળો ધુમાડો અને સૂટ (black carbon soot) ઉત્પન્ન થાય છે.
આ સૂટ સ્ટ્રેટોસ્ફિયર ઉપરના વાતાવરણ, 10–50 કિમી ઊંચાઈમાં પહોંચી જાય છે, જ્યાં તે વર્ષો સુધી રહી શકે છે. સૂટ સૂર્યના કિરણોને અવરોધે છે.પૃથ્વી પર ઓછો સૂર્યપ્રકાશ પહોંચેતાપમાન ઘટે.અંધારું છવાઈ જાય અને સમગ્ર વિસ્તાર સાવ ઠંડો થઈ જાય.
આં અસરથી 5થી 10 °Cઅથવા તેથી વધુ તાપમાન ઘટી જાય ઉત્તરીય ખંડમાં 20–35 °C સુધી ઠંડકપ્રસરી જાય.આ ઠંડક 10–15 વર્ષઅથવા તેથી વધુ ચાલી શકે છે,
સૂર્યપ્રકાશ ઘટવાથી ફોટોસિન્થેસિસ ઓછી થાય એનાથી પાક (અનાજ, શાકભાજી) નો ઉત્પાદન ઘટે.
પરમાણુ શિયાળો એ માત્ર થિયરી નથી. તે આધુનિક ક્લાઈમેટ મોડેલ્સ પર આધારિત વાસ્તવિક ખતરો છે. આથી જ વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ (UN, WHO) પરમાણુ યુદ્ધને રોકવા પર ભાર મૂકે છે. આવું થવું ન જોઈએ.તે માનવજાત અને પૃથ્વી માટે અસ્તિત્વનો સંકટ છે.
ખોરાકની તંગી અને ભૂખમરી વધી જશે :
ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો
ખેતી અટકી જાય. અનાજ, શાકભાજી, માછલી ઉત્પાદન 50–90% ઘટી જશે.નાના પ્રમાણના યુદ્ધમાં ભારત-પાકિસ્તાન જેવું યુદ્ધ થાય તો 1–2 અબજ લોકો ભૂખથી મરી જઈ શકે
મોટા યુદ્ધમાં 4–5 અબજ લોકો (વિશ્વની અડધી વસ્તી) 1–2 વર્ષમાં મરી શકે છે.પશુઓ અને સમુદ્રી જીવસૃષ્ટિ પણ મોટા પાયે નાશ પામે.
અન્ય લાંબા ગાળાની અસરો:
વિશ્વ યુદ્ધ થી ઓઝોન લેયરનો નાશ થઈ જશે. ખાસ કરીને પારજાંબલી UV કિરણો વધશે.એનાથીલોકોમાં ત્વચાનું કેન્સર,આંખોની તકલીફજેવી સમસ્યાથી પીડાશે. સમુદ્રમાં પ્લાન્કટન મરે તો સમુદ્રી ફૂડની ચેઈન તૂટી જાય.
એ ઉપરાંત પરમાણુ બૉમ્બ વિસ્ફોટ થી રેડિયોએક્ટિવ દૂષણ વધુ ફેલાશે
જેને કારણે દાયકાઓ સુધી જમીન, પાણી, હવા દૂષિત થઈ જતા જીવવું દુષ્કર થઈ પડશે.
એ ઉપરાંત વીજળી, ઇન્ટરનેટ, વેપાર, દવા-ખોરાકની સપ્લાય બંધ થઈ જાય.રોગ, હિંસા, સંસ્કૃતિ આં બધાંનો અંતઆવી જવાથી સંસ્કૃતિ નષ્ટ પામી જશે.યુદ્ધની વિનાશક સ્થિતિમાં 40–50% પ્રાણીઓ અને વનસ્પતિઓ લુપ્ત થઈ શકેછે
આમ ત્રીજું વિશ્વયુદ્ધ ખાસ કરીને પરમાણુ હથિયારો સાથે થાય તો તે માત્ર યુદ્ધ નહીં, પણ સંસ્કૃતિ, ખોરાક-પાણીની સિસ્ટમ અને પૃથ્વીની જીવસૃષ્ટિ માટે અસ્તિત્વનો સંકટ બની શકે છે. ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે આજના સમયમાં પણ આ એક વાસ્તવિક ખતરો છે, પરંતુ તેને રોકવું એ જ મુખ્ય જરૂરિયાત છે. આવું યુદ્ધ ન થાય તે માટે દરેક દેશે સમજદારી રાખવી જરૂરી છે.
પરમાણુ યુદ્ધમાં ઓઝોન લેયરને સૌથી મોટું નું નુકસાન થશે
એ ન્યુક્લિયર વિન્ટરની સૌથી ભયાનક અને છુપાયેલી અસરોમાંની એક છે. આ અસર માત્ર તાપમાન ઘટાડવા કરતાં પણ વધુ લાંબા ગાળાની અને વૈશ્વિક સર બની રહેશે.પરમાણુ બોમ્બ અને તેનાથી લાગેલી આગથી ઓઝોન લેયર રીતે નાશ પામશે.
એમાં સ્ટ્રેટોસ્ફિયર(ઉપરનું વાતાવરણ)માં કાળો ધુમાડો (સૂટ/black carbon) જાય છે, જે સ્ટ્રેટોસ્ફિયરને ગરમ કરે છે.
આ ગરમીથી રાસાયણિક પ્રતિક્રિયાઓ બદલાય છે.HOₓ (હાઈડ્રોક્સિલ)અને NOₓકેટાલિટિક સાયકલ વધે છે, જે ઓઝોન (O₃)ને તોડી નાખે છે.સૂર્યપ્રકાશ ઓછો થવાથી ઓઝોન બનવાની પ્રક્રિયા ઘટી જશે
બૉમ્બ વિસ્ફોટથી શહેરમાં આગ ફાટી નીકળશે. એ આગમાંથી ક્લોરિન અને બ્રોમિન વાયુ નીકળે છે, જે ધુમાડાના કણો પર સક્રિય થઈને વધુ ઓઝોનનો નાશ કરે છે
ઓઝોન લેયર પાતળું થાય છે અને UV-B કિરણો (280–315 nm) વધુ પૃથ્વી પર પહોંચી જશે.
જીવસૃષ્ટિ અને માનવ પર અસરો:
યુદ્ધમાં રેડીએશનથી ત્વચાનું કેન્સર, કેટેરેક્ટ આંખનું ધુમ્મસજોવા મળે , ઈમ્યુન સિસ્ટમ નબળું પડી જશે. સૂર્ય પ્રકાશ ઘટી જવાથી
વિટામિન-Dની ખામીની સ્થિતિ સર્જાય.એનાથી પાક અને વનસ્પતિમાં ફોટોસિન્થેસિસ ઘટી જશે. માનવ શરીરના DNA ડેમેજ થઈ જાય. સજીવ સૃષ્ટિની વૃદ્ધિ ઓછી થઇ જાય..ન્યુક્લિયર ફેમિનને વધુ ખરાબ કરે ખાસ કરીને મકાઈ જેવા પાકમાં વધારાનું 7–10% નુકસાન થાય.
એ ઉપરાંત સમુદ્રી જીવસૃષ્ટિને પણ નુકસાન થાય.ફાયટોપ્લેન્કટન જે સમુદ્રનો ખોરાકનો આધાર છે. તેનાથી 10–60% નુકસાન થાય માછલીઓ અને સમુદ્રી ફૂડ ચેઈન તૂટી જાય.
એટલું જ નહીં પ્રાણીઓને પણ નુકસાન થાય. પ્રાણીઓની ત્વચાને આંખની તકલીફ થાય. પ્રાણીઓની વસ્તી ઘટી જાય.
ઓઝોનનુંસ્તર તૂટે તો એનું નુકસાન એકલી પૃથ્વીને 10–15 વર્ષસુધી અસ્તિત્વના સંકટમાં મૂકી શકે છે. તે ન્યુક્લિયર વિન્ટરની ઠંડક અને ભૂખમરી સાથે જોડાઈને અબજો લોકોના જીવ લઈ શકે છે.
એજન્ટ ઓરેંજની વીઘાતક અસરો:
એજન્ટ ઓરેંજ એ વિયેતનામ યુદ્ધ (1961–1971) દરમિયાન અમેરિકન સેનાએ વાપરેલું હર્બિસાઇડ (પાંદડા નાશક) હતું. તેનું મુખ્ય મિશ્રણ 2,4-D અને 2,4,5-T હતું, પરંતુ તેમાં ડાયોક્સિન (TCDD) નામનું અત્યંત ઝેરી પદાર્થ (સૌથી વધુ ઝેરી કોન્જેનર) મિશ્રિત હતું. આ યુદ્ધમાં લગભગ 20 મિલિયન ગેલન (91 મિલિયન લિટર) છાંટવામાં આવ્યું હતું, જેણે 3.1 મિલિયન હેક્ટર જમીનને અસર કરી. ડાયોક્સિન આજે પણ વાતાવરણમાં રહે છે અને ત્રણ પેઢીઓ સુધી અસર કરે છે.યુદ્ધમાં એજન્ટ ઓરેંજ છાંટવાની કાર્યવાહી – વિમાનો દ્વારા જંગલો અને ખેતરો પર સ્પ્રે છાંટવામાં આવે છેએની પર્યાવરણીય અસરો જોવા મળે છે.
જંગલ અને મેંગ્રોવ વિનાશ પામ્યા છે..દક્ષિણ વિયેતનામના 20% જંગલો અને 36–50% મેંગ્રોવ વનો નાશ પામ્યા છે.500,000 હેક્ટર વિસ્તારમાં વનસ્પતિ પૂરી રીતે નાશ પામી ચુકી છે.
એજન્ટ ઓરેંજને કારણે જમીન અને પાણીનું દૂષણ જોવા મળે.ડાયોક્સિન જમીન, પાણી, તળાવ અને સેડિમેન્ટમાં દાયકાઓ સુધી રહે છે.
રેડીએશનની અસર પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ અને માછલીઓ પરથતી જોવા મળે.માછલી અને પક્ષીઓમાં ડાયોક્સિન જમા થાય છે. ફૂડ ચેઈન દ્વારા માનવો સુધી પહોંચી શકે છે.
1939થી 1945 સુધી બાજ વિશ્વ યુદ્ધના ઈતિહાસકાર ડો. હેલેન ફ્રાઈના અનુસાર, ત્યારના આર્થિક નુકસાનનો અંદાજો આજના હિસાબથી કરીએ તો લગભગ, 21 ટ્રિલિયન ડોલર (1,764 લાખ કરોડ)નું નુકસાન થયું હતું. પરંતુ, ત્રીજા વિશ્વ યુદ્ધમાં તેનાથી 1000 ગણું વધારે નુકસાન થવાનો અંદાજો છે. જો આ આંકડા પકડીને ચાલીએ તો કુલ નુકસાન લગભગ 17,64,000 લાખ કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે.
આપણે હિરોશીમાં અને નાગાસાકી
પર વરસેલા પરમાણુ બૉમ્બની વિનાશક અસર હજી આપણે ભૂલી શક્યા નથી ત્યારે ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો તેમાં વપરાતા ખતરનાક અને અતિ આધુનિક હથિયારો વપારાય તો પૃથ્વી નર્ક જ બની જાય.હવે તમેજ વિચારો કે પર્યાવરણીય યુદ્ધ કેટલું ભયાનક હોઈ શકે છે. ત્યારે હવે તો યુદ્વ એ જ કલ્યાણ નહીં પણ યુદ્ધ વિરામ થાય અને વિશ્વમાં શાંતિ ફેલાય એમાં જ આપણા સૌનું કલ્યાણ છે. અસ્તુ.

*


