HomeArticleArticle : શું તમે પણ દુનિયા માટે એક 'Hot Topic' બનવા તૈયાર...

Article : શું તમે પણ દુનિયા માટે એક ‘Hot Topic’ બનવા તૈયાર છો?

દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે, પણ બહુ ઓછા લોકો એ સ્તર પર પહોંચી શકે છે જ્યાં તેમનું નામ લેતાની સાથે જ લોકોના કાન સરવા થઈ જાય. ‘Hot Topic’ બનવું એટલે માત્ર પ્રખ્યાત થવું એવું નથી, પણ એવું વ્યક્તિત્વ બનાવવું કે જેની નોંધ લેવી જ પડે.
તમે ક્યારે ‘Hot Topic’ બનો છો?
જ્યારે તમે અશક્યને શક્ય કરી બતાવો દુનિયા હંમેશા
અસાધારણ કાર્યોની જ ચર્ચા કરે છે.જ્યારે તમારી સ્ટાઈલ અલગ હોય. લોકો નકલ કરનારાઓને ભૂલી જાય છે, પણ ઓરિજિનલ રહેનારાઓને ‘Topic’ બનાવે છે.
જ્યારે તમે પડકારો સામે અડીખમ ઉભા રહો તમારી લડવાની ક્ષમતા જ તમને લોકોના ડ્રોઈંગ રૂમની ચર્ચાનો વિષય બનાવે છે.યાદ રાખજો, જ્યારે તમે ‘Hot Topic’ બનો છો ત્યારે માત્ર તમારી સફળતાની જ નહીં, પણ તમારી ભૂલોની પણ ચર્ચા થશે. લોકો તમને જજ કરશે, ટીકા કરશે અને કદાચ નીચે પાડવાનો પ્રયત્ન પણ કરશે. શું તમારી પાસે આ બધું પચાવવાની ક્ષમતા છે?
જો તમે ભીડનો હિસ્સો બનીને રહેવા માંગતા હોવ તો કદાચ કોઈ તમારી ચર્ચા નહીં કરે. પણ જો તમે દુનિયાના નકશા પર પોતાનું નામ અંકિત કરવા માંગતા હોવ, તો તમારે પથ્થર ખાવાની અને વિષય બનવાની તૈયારી રાખવી જ પડશે.
સામાન્ય તો બધા હોય જ છે, પણ શું તમારામાં એ ‘વાત’ છે કે દુનિયા તમારા વિશે વાત કરતી ન અટકે?
સફળતાના શિખરે પહોંચવું એટલે માત્ર પૈસા કમાવવા નહીં, પણ એક એવો ‘Topic’ બનવું કે જે લોકો માટે પ્રેરણા બની જાય.

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments