E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratBanaskantha : અંબાજીમાં આદિવાસી બાળાઓનું અનોખુ બેગપાઈપર બેન્ડ

Banaskantha : અંબાજીમાં આદિવાસી બાળાઓનું અનોખુ બેગપાઈપર બેન્ડ

ત્યારે આ આદિવાસી બાલિકાઓ જે અંતરિયાળ વિસ્તારમાં રહી અભ્યાસ કરતી હતી જેમને ઘર અને શાળા સિવાય કોઈ શહેર જોયું ન હતું તેવી આ આદિવાસી બાળકીઓને શ્રી શકતિસેવા કેન્દ્રના ફાઉન્ડર ઉષાબેન અગ્રવાલ દ્વારા સતત ટ્રેનિંગ અપાવીને આદિવાસી બેગપાઈપર બેન્ડનું લોકાર્પણ કર્યું છે અને આજે એક અનોખા અંદાજમાં એક અલાયદા ડ્રેસ કોડમાં આ બાલિકાઓ બેગ પેપર બેન્ડ દ્વારા મધુર સંગીત થાકી આત્મનિર્ભર બનવા તરફની દિશાએ પગરણ માંડ્યા છે.

જ્યાં સૌપ્રથમ ભીખે નહિ પણ ભણવા જઇયે તેવા સંકલ્પ સાથે બાળકોને આ કાલા શિખવાડયા બાદ એક નારી સશક્તિકરણ સાથે શિક્ષણનો સંદેશો ફેલાવવા માટે આ બાલિકાઓ શ્રી શક્તિ સેવા કેન્દ્ર આ બાલિકાઓ માટે આ શ્રી શક્તિ સેવા કેન્દ્ર આશીર્વાદ રૂપ બન્યું છે આપ જોઈ રહ્યા છો તે બાલિકાઓ જંગલ વિસ્તાર માં રહી લાકડા વીણવા સાથે માટી કામના કર્યો કરતી હતી તેવા વિસ્તારમાં ઉષાબેન અગ્રવાલ પહોંચીને 150 જેટલી દીકરીઓને દત્તક લઇ પોતે પગભર બને અને સાથે પોતાના પરિવાર માટે પણ આશીર્વાદ રૂપ બને તે માટેના પ્રયાસો સાથે તેમને આ બેગપાઈપર બેન્ડની વિશેષ તાલિમ આપીને સુસજ્જ કરવામાં આવ્યા છે આ આદિવાસી બાલિકા બેગપાઈપર બેન્ડ ગુજરાતજ નહિ પરંતુ ભારતભરમાં સૌપ્રથમ એવું બેન્ડ હશે જેમાં આદિવાસી બાલિકાઓ પોતાના અનોખા અંદાજમાં બેગપાઈપર બેન્ડનું સંચાલન કરી રહી છે.

જેમ અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી વખતે વડાપ્રધાનના કાર્યક્રમમાં સફળ પ્રદર્શન બાદ આ આદિવાસી બાલિકા બેગપાઈપર બેન્ડ પોતાની કલા ધ્વરા નારી સશક્તિકરણ નો સંદેશો ફેલાવશે એટલુંજ નહિ આ બેગપાઈપર બેન્ડ માં કામ કરતી બાલિકાઓ જણાવી રહી છે કે અમે આ એક અનોખી કલા શીખી છે ને અમે ક્યારે મોટા શહેરો જોયા નથી પણ આ બેગપાઈપર બેન્ડ થકી અમને અન્ય મોટા શહેરો માં જવાનો મોકો મળ્યો છે એટલુંજ નહિ આ બેગપાઈપર બેન્ડ જે કાર્યક્રમ કરે છે ત્યાં થી પુરુષકાર સ્વરૂપી મળતી રકમ પણ આ બાલિકાઓમાં વહેંચી દેવામાં આવે છે જેનાથી આ આદિવાસી બાલિકાઓના ઘર પરિવારનો ગુજરાન ચાલી રહે છે અને પોતાના પરિવાર માટે પણ આશીર્વાદ રૂપ બની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments