ડીસા તાલુકાના કાંટ ગામે રહેતી એક ૧૮ વર્ષીય યુવતીને ડીસા તાલુકાના શેરગંજ ગામે રહેતા વિશાલ રાજેશકુમાર સુંદેશાએ પોતાની મરજી વિરૂદ્ધ સુરતમાં આવેલી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુજારેલ જે બાબતની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.
ડીસા તાલુકાના કાંટ ગામે રહેતી એક ૧૮ વર્ષીય યુવતીને ડીસા તાલુકાના શેરગંજ ગામે રહેતા વિશાલ રાજેશકુમાર સુંદેશાએ પોતાની મરજી વિરૂદ્ધ સુરતમાં આવેલી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુજારેલ જે બાબતની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના કાંટ ગામે રહેતી 18 વર્ષીય યુવતી સમદડી રાજસ્થાન ખાતે માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગયેલ હતી તે દરમિયાન શેરગંજ ગામના વિશાળ રાજેશકુમાર સુંદેશા સાથે પરિચયમાં આવી હતી અને ત્યારબાદ બંને વચ્ચે વાતો થતી હતી. જોકે બાદમાં આ વિશાલ સુંદેશા તેને લગ્ન કરવાનું કહેતા યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી. જેથી વિશાલ સુંદેશાએ તેને કહેલ કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો તારા ભાઈને હું મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. ત્યાર બાદ તારું બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે તેમ કહી તેને કાંટ રોડ ઉપરથી એક્ટિવા ઉપર બેસાડી લઈ ગયેલ અને ત્યારબાદ તેને સુરત લઈ જઈ અને વિવિધ ગેસ્ટ હાઉસમાં તેની સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.
ત્યારબાદ વિશાલ સુંદેશાએ સુરતમાં તેની સાથે મૈત્રી કરાર કરેલ અને બાદમાં તેને ડીસા-પાલનપુર હાઈવે પર છોડી મુકેલ જેથી યુવતી પોતાના મામાના ઘરે જઈ અને તેની સાથે બનેલી સમગ્ર ઘટના કહ્યા બાદ તેના પરિવારજનો સાથે યુવતી ડીસા તાલુકા પોલીસ મથકે આવી હતી અને તેને વિશાલ રાજેશકુમાર સુંદેશા સામે બળજબરી પૂર્વક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજારેલ તેમજ મૈત્રી કરારના લખાણ કરાવી ખોટી રીતે ફસાવેલ જે બાબતની ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


