બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજની બેઠક મળી હતી. જેમાં આગામી 25મી જાન્યુઆરીએ સમાજિક બંધારણનું ગઠન કરવા અંગેનો નિર્ણય લેવાયો હતો.
તાજેતરમાં જ બનાસકાંઠામાં ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં સમાજનાં બંધારણનું વિમોચન કરવામાં આવ્યું હતું. હવે બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજની બેઠક મળી હતી. જેમાં આગામી 25મી જાન્યુઆરીએ સમાજિક બંધારણનું ગઠન કરવા અંગેનો નિર્ણય લેવાયો હતો. સમાજના આગેવાનો દ્વારા સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટે નિર્ણય લેવાયો હતો.

બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતાં. સમાજના આગેવાનોની આ બેઠકમાં સમાજમાંથી કુરિવાજો દૂર કરવા અને સામાજિક બંધારણના ગઠન અંગે નિર્ણય લેવાયો હતો. 3 પરગણાના આગેવાનો સંયુક્ત બેઠક યોજાઈ હતી. ડીસા,સમાલ અને કોળીયારા પરગણાની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આગામી તા. 25 જાન્યુઆરીના રોજ સમશેરપુરા ખાતે સામાજિક બંધારણ માટે રબારી સમાજનું સંમેલન યોજાશે.


