E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratBanaskantha : ધાનેરામાં કાળજું કંપાવતો ધડાકો, ખીચડી ઘરના રસોડામાં કુકર ફાટ્યું, CCTV...

Banaskantha : ધાનેરામાં કાળજું કંપાવતો ધડાકો, ખીચડી ઘરના રસોડામાં કુકર ફાટ્યું, CCTV વાયરલ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં એક હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં વૃદ્ધો અને નિરાધારો માટે ભોજન પૂરું પાડતા ‘ખીચડી ઘર’ના રસોડામાં અચાનક પ્રચંડ કુકર બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે રસોડામાં કઠોળ બાફવા માટે મૂકવામાં આવ્યા હતા. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે રસોડાના ઉપરના પતરા ઉડી ગયા હતા અને રાંધણ સાધનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ધડાકાની તીવ્રતા જોઈ શકાય છે.

સદનસીબે, જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે રસોડામાં સેવાભાવી લોકો કામ કરી રહ્યા હતા, પરંતુ પ્રભુની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે, ધાનેરાનું આ ખીચડી ઘર અનેક નિરાધાર અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજનનું આશ્રય કેન્દ્ર છે. આ અકસ્માતને પગલે રસોડામાં મોટું આર્થિક નુકસાન થયું છે, પરંતુ સમયસૂચકતા અને નસીબના જોરે મોટી હોનારત ટળી છે. હાલ આ બ્લાસ્ટના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments